મોરબીના વેપારીઓએ લોકોની તરસ છીપાવવા પાણીના પરબ બાંધ્યા

- text


અનેક બજારોમાં પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ : અઠવાડિયે એક વખત છાસનું પણ વિતરણ

મોરબી : ઉનાળાની ઋતુમાં ગરમીના લીધે વારંવાર પાણીની તરસ લાગ્યા કરે છે. ત્યારે બહાર ગામ થી ખરીદી કરવા માટે મોરબી શહેરમાં આવતા લોકોને પીવાનું પાણી સરળતાથી ની:શુલ્ક મળી રહે તે હેતુથી વેપારીઓએ મુખ્ય બજારમાં પાણીની વ્યવસ્થા ગોઠવી છે.

મોરબીની બજારમાં ખરીદી અર્થે આવેલા બહાર ગામના લોકોને તેમજ રાહદારીઓને ધોમ ધખતા તાપમાં સરળતાથી પાણી મળી રહે તેમજ પાણી માટે પૈસા ખર્ચવા ન પડે તે માટે મોરબીના વેપારીઓએ પ્રેરણાદાયી કાર્ય હાથ ધર્યું છે. વેપારીઓએ શહેરની અનેક બજારોમાં પાણીની વ્યવસ્થા ઉભી કરી છે. જ્યાંથી લોકો સરળતાથી પાણી મેળવીને તરસ છીપાવી શકે છે.

- text

વેપારીઓએ ગેસ્ટ હાઉસ રોડ, નવા બસ સ્ટેન્ડ રોડ, પરાબજાર રોડ સહિતના અનેક મુખ્ય રોડ ઉપર પાણીની પરબ બનાવી છે. ઉપરાંત નવા ડેલા રોડ પર લોકોને લુ થી બચાવવા અઠવાડિયે એક વખત ઠંડી છાસનું વિતરણ કરવામાં આવે છે. આ સાથે ઘણી બજારોમાં ગ્રાહકોને તડકાથી બચાવવા બજાર ઉપર તાલપત્રી ઢાંકીને છાયડો કરવામાં આવ્યો છે.

 

- text