- text
આરોગ્ય તંત્રની ૫૦ ટીમે ૧૬૮૪ શાળા અને આંગણવાડીમાં બાળકોની આરોગ્ય તપાસણી કરી
મોરબી : મોરબીમાં શાળા આરોગ્ય તપાસણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૫૦ જેટલી ટિમ દ્વારા ૨.૪૭ લાખ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. જેમાંથી ૧૩૮ બાળકો રોગગ્રસ્ત ગણાતા તેઓની સારવાર કરવામાં આવી હતી.
મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શાળાઓ, આંગણવાડીઓ મળી કુલ ૧૬૮૪ સંસ્થાઓના કુલ ૨,૪૭,૭૪૯ બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. તપાસણી દરમિયાન ૩૩૨૭ બાળકોને દ્રષ્ટિની ખામી જણાઈ હતી. જેમાંથી ૧૯૨૦ બાળકોને ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ૧૩૮ બાળકો રોગગ્રસ્ત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
- text
આ ૧૩૮ બાળકોમાં હદયના ૭૭, કિડનીના ૧૮, કેન્સરના ૧ , થેલેસેમિયાના ૧૦, હોઠના ૪, કોકિલિયર ઇમ્પાલ્ટના ૩ અને અને કિડની ટ્રાન્સફરના ૧ બાળદર્દી જણાતા તેઓની સ્થળ પર સારવાર કરવામાં આવી હતી. ઉપરાંત વધુ સારવારની જરૂર પડ્યે હોસ્પિટલ પણ લઈ જવાયા હતા. આ ૧૩૮ બાળકોમાં પ્રાથમિક શાળાના ૮૮, આંગણવાડીના ૪૫ અને હાઈસ્કૂલના ૪ બાળકોનો સમાવેશ થાય છે.
- text