મોરબીમાં બુધવારે ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળશે

- text


પરશુરામ યુવા ગ્રુપ દ્વારા મહાઆરતી, મહાપ્રસાદ અને રાસ ગરબા સહિતના કાર્યક્રમોનું આયોજન

મોરબી : મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આગામી બુધવારે ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં ભગવાન પરશુરામની વિશાળ શોભાયાત્રા , મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી બુધવારે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. બુધવારે સાંજે ૪ કલાકે ગાયત્રી મંદિર, વાઘપરા- ૧૪ ખાતે થી ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને નવલખી રોડ સ્થિત પરશુરામધામ ખાતે વિરામ પામશે. ત્યારબાદ પરશુરામધામ ખાતે મહાઆરતી અને મહાપ્રસાદ યોજાશે.આ સાથે રાત્રે ૮ કલાકે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ પ્રસંગે મુખ્ય અતિથિ સ્વરૂપે અધિક કલેક્ટર કેતનભાઈ જોશી, આસી.ચેરિટી કમિશ્નર ચિરાગભાઈ જોશી, ડીવાયએસપી બન્નોબેન જોશી, નાયબ મામલતદાર નિખિલભાઈ જોશી, એસીબી પીઆઇ રોહિતભાઈ રાવલ, પીએસઆઇ ચંદ્રકાંતભાઈ શુક્લ, ટંકારા તાલુકા પીએસઆઇ અર્ચનાબેન રાવલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત બ્રહ્મસમાજના અગ્રણીઓ ડો.અશ્વિનભાઈ મહેતા , ભુપતભાઇ પંડ્યા, બીપીનભાઈ વ્યાસ, મુકેશભાઈ જાની, ચિંતનભાઈ ભટ્ટ, ક્રિષ્નાબેન શાસ્ત્રી, ધર્મેન્દ્રભાઈ જોશી, હસુભાઈ પંડ્યા, જયશ્રીબેન જોશી, નિરાજભાઈ ભટ્ટ, મનોજભાઈ પંડ્યા, નરેન્દ્રભાઈ પંડ્યા અને મીનાબેન પંડ્યા સહિતના ઉપસ્થિત રહેશે.

ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણીમાં તમામ ભુદેવોને જોડાવા પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ અમિતભાઇ પંડ્યા અને મહામંત્રી ચિંતનભાઈ રાજ્યગુરુએ આહવાન કર્યું છે.

- text