મોરબીમાં પ્રજાપતિ સમાજના છાત્રો માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

- text


દિનેશભાઈ પ્રજાપતિએ છાત્રોને કારકિર્દી અંગે મુંઝવતા પ્રશ્નોનું આપ્યું નિરાકરણ
મોરબી: મોરબી જિલ્લાના પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી કારકિર્દી અંગેનું વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું હતું.

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ મોરબી જિલ્લા દ્વારા તાજેતરમાં મોરબીના સામાકાંઠા આવેલા વરિયા મંદિર ખાતે પ્રજાપતિ સમાજના છાત્રો માટે ધો.૧૦ અને ૧૨ પછી શું કરવું તે વિશે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞ દિનેશભાઈ પ્રજાપતિ છાત્રોને કારકિર્દી અંગે મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આપ્યું હતું .આ ઉપરાંત તેઓ વાર્તારૂપે વિદ્યાર્થીઓમા રહેલો પરીક્ષાનો હાઉ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.

- text

દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ઓછા ટકા આવે તો નબળા વિદ્યાર્થી છીએ તેમ માનીને હતાશ થવુ નહિ.ઘણા મહાનુભાવો પણ શિક્ષણમાં ધારી સફળતા મેળવી શકયા ન હતા. છતાં પણ તેઓએ ટોચની સફળતા મેળવી હતી. તેઓએ વાલીઓને ટકોર કરી હતી કે તમારા સંતાનને જે ક્ષેત્રમાં રસ રુચિ હોય તે ક્ષેત્રમાં જ આગળ વધવા માટે તેમનો આત્મવિશ્વાસ વધારો. આ તકે ભાણજીભાઈ વરીયા, નિવૃત્ત ન્યાયાધીશ એસ.પ્રજાપતિ , ગોકળભાઈ ભોરણીયા , હરેશભાઈ મચ્છોયા સહિતના પ્રજાપતિ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text