- text
મોરબી: હાલ જુગારનું પણ આધુનિકરણ થતું જોવા મળી રહ્યું છે.વરલી મટકાના જુગારમાં ચીઠ્ઠીને બદલે મોબાઈલનો ઉપયોગ થતો હોવાંનું મોરબીના એક કિસ્સામાં સામે આવ્યું છે.મોરબીમા મોબાઈલના આધારે વરલી મટકાના આંકડા લેતા દેતા ૨ શખ્સોને પોલીસે રૂ.૨૨૭૦ની રોકડ સહિત ૫૨૭૦ના મુદામાલ સાથે ઝડપી લેવાયા હતા.
- text
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નં. એમ ૬૫૬ વાળી શેરીમાં મોબાઈલના આધારે વરલી મટકાના આંકડા લેતા દેતા નવાજીશ ઉમેદઅલી ચંદાણી અને નુરુદિન નિજારભાઈ ખોજાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જુગારમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળતા પોલીસ પણ દંગ રહી ગઈ હતી.
આ મામલે પોલીસે રોકડા રૂપિયા ૨૨૭૦ અને મોબાઈલ કિ.૫૦૦૦ મળી કુલ ૫૨૭૦ ના મુદામાલ સાથે બન્ને શખ્સોને પોલીસે ગિરફતમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- text