- text
રાજભા ગઢવી અને હસુભાઈ કુબાવતે બોલાવી રમઝટ: ગૌશાળાના લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં બે લાખનો ફાળો એકત્ર થયો
મોરબી: મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા દેશભક્તિ લોકડાયરો યોજાયો હતો.જેમાં સાહિત્યકારોએ સાહિત્યને બખૂબીથી વણી લઈને પ્રત્યેકના મનમાં દેશભક્તિનો સંચાર કર્યો હતો આ લોકડાયરામાં ગૌમાતા માટે રૂ બે લાખનો ફાળો એકઠો થયો હતો
મોરબીના રત્ન કલા એક્સપોર્ટના વિશાળ ગ્રાઉન્ડમાં જામદૂધઇ ક્રાંતિકારી સેના દ્વારા ગૌશાળાના લાભાર્થે દેશભક્તિ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને હસુભાઈ કુબાવતે પોતાની સાહિત્ય સરવાણી માં દેશભક્તિની શૌર્ય ગાથા રજુ કરી મોડી રાત સુધી લોકડાયરાની રંગત જમાવી હતી આ લોકડાયરાનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો ઉપરાંત લોકોએ ગૌમાતા માટે ઉદાર હાથે દાન આપતા એક રાતમાં રૂ.બે લાખનો ફાળો એકઠો થયો હતો.
- text
દેશભક્તિ લોકડાયરા અંગે ક્રાંતિકારી સેનાના સભ્યોએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરી એમ બે જ દિવસે રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો યોજાય છે પરંતુ બારે માસ લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જળવાઇ રહે તે માટે વારંવાર નાના-મોટા કાર્યક્રમનું અમે આયોજન કરીએ છીએ. આ લોકડાયરામાં ગૌમાતાની સેવા અને રાષ્ટ્રભક્તિનો સંચાર એમ એક સાથે બે ઉદ્દેશો પાર પાડીને લોકોને પ્રેરણાબળ પૂરું પાડવામાં આવ્યું હતું
- text