વડાપ્રધાન મોદીના મોટાભાઈએ વવાણીયામાં શ્રીમદ રાજચંદ્રજીના જન્મ સ્થળની મુલાકાત લીધી

- text


રાજચંદ્રજીનું જીવન વૃતાંતનું પ્રદશન નિહાળી થયા અભિભૂત : વવાણીયામાં ૨ કલાક જેટલો સમય વિતાવ્યો

મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદીએ વવાણીયા ગામે આવેલા શ્રીમદ રાજચંદ્રજીના જન્મ સ્થળની મુલાકાત લીધી હતી. તેઓએ વવાણીયા ગામે ૨ કલાક જેટલો સમય વિતાવી શ્રીમદ રાજચંદ્રજી ના જીવન વૃતાંત વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત તેઓએ મોરબીમાં રામોજી ફાર્મ ખાતે મહારુદ્ર યજ્ઞની પુર્ણાહુતીમાં ભાગ લીધો હતો.

ગુજરાતી કવિ, જૈન ફિલસૂફ , જ્ઞાતા અને તત્વજ્ઞાની શ્રીમદ રાજચંદ્રનો જન્મ મોરબીના વવાણીયા ગામે થયો હતો. તેઓ ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ હતા. આજે પણ વવાણીયા ગામે આવેલા શ્રીમદ રાજચંદ્રજીના જન્મ સ્થળની મુલાકાતે દેશ વિદેશથી લોકો આવે છે. ત્યારે ગઈ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી શ્રીમદ રાજચંદ્રજીના જન્મ સ્થળની મુલાકાતે પધાર્યા હતા.

- text

સોમાભાઈ મોદીએ વવાણીયા ગામે ૨ કલાક જેટલો સમય વિતાવ્યો હતો. આ દરમિયાન તેઓએ શ્રીમદ રાજચંદ્રજીના જીવન વૃતાંતનું પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રદર્શન નિહાળીને તેઓ અભિભૂત થયા હતા. ઉપરાંત નરેન્દ્ર મોદી જ્યારે વવાણીયા ગામે આવ્યા હતા ત્યારે તેઓએ શ્રીમદ રાજચંદ્રજી પ્રત્યેના પોતાના વિચારો એક નોંધપોથીમાં લખ્યા હતા. આ વિચારો સોમાભાઈએ નિહાળ્યા હતા.

આ મુલાકાત વખતે શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટના હોદેદારો દિલુભા જાડેજા, ભરતભાઈ અને મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી હિરેનભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સોમાભાઈને શ્રીમદ રાજચંદ્રજીના જીવન વિશે તેમજ ટ્રસ્ટ વિશે સંપુર્ણ માહિતી આપી હતી.

જયારે ત્યારબાદ સોમાભાઈ મોદીએ વવાણીયા ઉપરાંત મોરબીના રામોજી ફાર્મ ખાતે મહારુદ્ર યજ્ઞની પુર્ણાહુતીમાં ભાગ લીધો હતો અને યજ્ઞમાં હાજરી આપી હતી.

 

 

- text