- text
મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ઘર બહાર પાર્ક કરેલા બાઈકને કોઈએ આગ ચાંપી હોવાનો બનાવ સામે આવ્યો છે. ચાર બાઇકમાં આગ લાગી હતી. જેમાં બે બાઇક બળીને ખાખ થઈ ગયા હતા.જોકે હજુ સુધી આ બનાવ અંગે પોલીસમાં કોઈ નોંધ થઇ નથી.
સામાકાંઠે આવેલી રહેણાંક સોસાયટીમાં ઘરના બહારના ભાગે પાર્ક કરેલા ચાર બાઈકમાં ગત રાત્રીના કોઈએ આગ ચાંપી હતી. જેમાં ૨ બાઈક બળીને ખાખ થઈ ગયા હતા. વહેલી સવારે ૪ વાગ્યે બનેલી આ ઘટના થી સોસાયટીના રહીશો જાગી ગયા હતા. રહીશોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી બાઈક પર લાગેલી આગ બુઝાવી હતી. જેથી બાકીના બાઈક બચી ગયા હતા. બાઇકમાં આગ લગાડવાની ઘટના અંગે હજુ કોઈ પોલીસમાં નોંધ થઇ નથી. ત્યારે ઘર પાસે પાર્ક કરેલા બાઇકોમાં આગ લગાડવા પાછળનો હેતુ શું છે. તે અંગે પુરી તપાસ થવી જરૂરો છે.
- text
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ૨ થી ૩ માસ પૂર્વે આ જ વિસ્તારમાં બાઈકને આગ ચાંપવાનો બનાવ બન્યો હતો. ત્યારે ફરી આવો બનાવ સામે આવ્યો છે. ત્યારે પોલીસ આ બનાવને ગંભીરતાથી લઇ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવો લોકમત પ્રબળ બન્યો છે.
- text