- text
ત્રી દિવસીય તાલીમ સેમિનારમાં ઉમેદવારોની લેખિત મૌખિક અને ફિઝિકલ ટેસ્ટ
મોરબી : ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા મોરબી ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના સહયોગથી મોરબીની મહેશ હોટેલ ખાતે આજથી સૌરાષ્ટ્રના ફૂટબોલ રેફરી બનવા માટેના તાલીમ સેમિનારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેમિનાર આગામી ૧૬મી સુધી ચાલશે.
સેમિનારમાં મોરબી ઉપરાંત રાજકોટ, ભાવનગર સુરેન્દ્રનગર ,અમરેલી ,જામનગર ,કચ્છ સહિત સૌરાષ્ટ્રભરમાંથી ૨૮ જેટલા ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે ૨૮ ઉમેદવારોમાં ૬ મહિલાઓનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસીએશનના સેક્રેટરી અને ઓલ ઇન્ડિયા બોર્ડના ચેરમેન ગુલાબસિંહ ચૌહાણ તથા જોઇન્ટ સેક્રેટરી રોહિતભાઈ બુંદેલા તેમજ ભૂતપૂર્વ નેશનલ રેફરી અને સૌથી વધુ સંતોષ ટ્રોફીમાં રમનાર વિષ્ણુભાઈ ચૌહાણ પ્રેક્ટીકલ થિયરી અને ફિઝિકલ ટેસ્ટ તથા ૧૭ પ્રકારના કાયદાનું જ્ઞાન સહીત રેફરી બનવાની સંપૂર્ણ તાલીમ આપી રહ્યા છે.
- text
અંતે ઉમેદવારોની લેખિત પરીક્ષામાં ૧૦૦ માર્કનુ પેપર લેવામાં આવશે જેમાં ૮૦ માર્ક લેવા ફરજિયાત છે આ અંગે ગુલાબસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ રેફરી બનવા માટેનું પ્રથમ સોપાન છે તાલીમ માટેની ૫ કેટેગરી હોય છે ત્યારે પાંચ નંબરની કેટેગરી તેમજ ૩ અને ૪ નંબર ની કેટેગરી રાજ્ય લેવલે અને ૨ નંબરની કેટેગરી રાષ્ટ્રીય લેવલે હોય છે. જોકે અગાઉ કરતાં ગુજરાતમાં ફૂટબોલમાં સારી પ્રગતિ થઈ રહી છે. ખેલમહાકુંભથી ફૂટબોલને ઘણો ફાયદો થયો છે.સમગ્ર ગુજરાતમાં ફૂટબોલ માટે ઉજ્જવળ ભવિષ્ય છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે અત્યારે ગુજરાતમાં ૧૭૦ રેફરી છે જેમાં ૧૮ મહિલા છે અને ૬ જેટલા ગુજરાતના રેફરી નેશનલ કક્ષાએ ફરજ બજાવે છે. રેફરીના પ્રથમ સોપાનમાં ઉમેદવારોને લેખિત મૌખિક અને શારીરિક રીતે સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. આ તાલીમ સેમિનાર સફળ બનાવવામાં મોરબી ફૂટબોલ એસોસિયેશનના મોતીભાઈ રબારી અને જીતુભાઈ રબારી જહેમત ઉઠાવી રહ્યા છે.
- text