મોરબીમાં આંબેડકર જયંતિ નિમિતે વિશાલ રેલી નિકળી

- text


જિલ્લા કલેક્ટર આર.જે.માકડીયાએ કરાવ્યું પ્રસ્થાન : જય ભીમના નાદ સાથે રેલી શહેરના રાજમાર્ગો પર ફરી

મોરબી : ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મ જયંતિ નિમિતે મોરબીમાં દલિત સમાજ દ્વારા ભવ્ય રેલી યોજાઈ હતી. રેલીનું પ્રસ્થાન જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયાએ કરાવ્યું હતું. જય ભીમના નાદ સાથે આ રેલી શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી.

બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મ જયંતીની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબી શહેરમાં પણ ડો. બાબા સાહેબની જન્મ જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના દલિત સમાજ દ્વારા આજે ભવ્ય રેલી યોજાઈ હતી.જેમાં દલિત સમાજના લોકો સાથે અગ્રણીઓની બહોળી ઉપસ્થિતિ રહી હતી.

- text

સ્ટેશન રોડ ઉપર આવેલા વણકર સમાજના કાર્યાલય ખાતે થી જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયાએ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. બાદમાં આ રેલી જય ભીમના નાદ સાથે શહેરના રાજમાર્ગો પર ફરી હતી. શહેરભરમાં ફર્યા બાદ નગરપાલિકા કચેરી ખાતે રેલીનું સમાપન થયું હતું. અને રાજીકી તેમેજ સામાજિક આગેવાનોએ ડો.આબેડકરની પ્રરતીમાને હારતોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

- text