ચાંચપર ગામમાં પરિણીતાને ત્રાસ આપનાર શિક્ષક પતિ સહિત સાસરિયાને દોઢ વર્ષની સજા

- text


દહેજની માંગણી કરીને શારિરીક અને માનસિક ત્રાસ અપાતો હોવાની ઘટનામાં કોર્ટે આપ્યો ચુકાદો: પતિ સહિત ૪ ને સજા

મોરબી: મોરબી નજીક આવેલ ચાંચપર ગામમાં પરિણીતા પાસે દહેજ ની માંગણી કરી માનસિક અને શારીરિક ત્રાસ ગુજારનાર શિક્ષક પતિ સહિત સાસરિયા ને કોર્ટે દોઢ વર્ષ ની સજા ફટકારી છે

- text

મોરબીના ચાંચપર ગામે રહેતા અને રામપર ગામે શિક્ષક તરીકે બજાવતા ચેતન ભાલોડિયા અને તેના પરિવાર સામે તેની પત્નીએ દહેજની માંગણીને લઈને માનસિક ત્રાસ ગુજારતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે કોર્ટે
પતિ ચેતન ભુદરભાઇ ભાલોડીયા, દિયર કિશન ભુદરભાઇ ભાલોડીયા, નણંદ અસ્મિતાબેન ભુદરભાઇ ભાલોડીયા અને સાસુ અનસોયાબેન ભુદરભાઇ ભાલોડીયાને દોઢ વર્ષની સજા ફટકારી છે. દહેજ ની માંગણી કરીને પત્ની પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજરવાની ઘટનાનો ચુકાદો આવતા આ મામલો પંથકના શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

- text