- text
મોરબી : મોરબી જીલ્લાના ફુડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન અંગેની તમામ કામગિરિ તથા ફુડના નમૂનાને લગતી તમામ કામગીરી તા. ૪/૪/૨૦૧૮ સુધી મદદનીશ કમિશ્નરશ્રીની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે થતી હતી તે તમામ કામગિરી તા. ૫/૪/૨૦૧૮ થી મોરબી ખાતે નવી કચેરી ખાતેથી કાર્યરત થયેલ છે. હવેથી ફુડ પ્રોડકટના વેપાર સાથે સંકાળાયેલ ઉત્પાદકો, પેકર્સો, હોલસેલર, રિટેઇલર, હોટલ, રેસ્ટોરન્ટના માલિકો, ફેરિયા વગેરેને ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ – 2006 ના કાયદા હેઠળ ફુડનું લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવવાનું હોય તે માટે ડેઝીગ્નેટેડ ઓફીસરશ્રીની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જીલ્લા સેવા સદન, બ્લોક – સી, રૂમ નં ૨૨૯ અને ૨૩૦, બીજો માળ, મોરબી – ૦૨.કચેરીનો સંપર્ક સાધવા ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી, હર્ષાબેન બી. પટેલ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મોરબીની યાદીમાં જણાવ્યું છે.
- text
- text