મોરબી જિલ્લામાં વિધવા સહાય મેળવતા બહેનો જોગ અપીલ

- text


મોરબી : મોરબી જિલ્લાની જે વિધવા બહેનોને મામલતદાર તરફથી વિધવા સહાય મંજુર થયા બાદ પણ સહાય મળતી ન હોય અથવા પહેલા મળતી હોય અને હાલમાં બંધ થઇ ગઇ હોય તે બહેનોએ મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવેલ વિધવા સહાયનો આદેશ,આધારકાર્ડની નકલ, WFA પાસબુક (પોસ્ટ ની ચોપડી)નું પ્રથમ પાનુ અને છેલ્લા પાનાની નકલ, રેશન કાર્ડની નકલ ,બાળકોના જ્ન્મના દાખલા અથવા આધાર કાર્ડ વગેરે ડોક્યુમેન્ટ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીની કચેરી,જિલ્લા સેવા સદન, સો-ઓરડી સામે , બ્લોક-A રૂમ નંબર ૧મા પોસ્ટ મારફત અથવા રુબરુ કચેરી સમય દરમ્યાન જમા કરાવી દેવા જણાવવામાં આવે છે.

- text

જે બહેનનો મામલતદાર તરફથી કરવામાં આવેલ વિધવા સહાયના આદેશની તારીખ પુરી થઇ ગઇ હોય તેવા બહેનોએ તેમનો આદેશ રીન્યુ કરાવવા માટે જે તે તાલુકાના મામલતદારનો જ સંપર્ક કરી અને અરજી કરવી તેમજ જે અરજદારનો દિકરો ૨૧ વર્ષનો થઇ ગયો હોય(સિવાય કે દિવ્યાંગ હોય) તેવા બહેનોએ અત્રે કાગળો મોકલવા નહી જેની ખાસ નોંધ લેવા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી મોરબીની યાદીમાં જણાવામાં આવ્યું છે.

- text