વિરપરની નાલંદા વિદ્યાલયમાં છાત્રોએ વૈદિક પરંપરા અનુસરીને પરીક્ષા આપી

- text


પેપર આપતા પૂર્વે છાત્રો દરરોજ મંત્રોચ્ચાર અને પ્રાર્થના કરતા : શાળા સંચાલકોએ અંતિમ દિવસે છાત્રોને ભેટ આપી

મોરબી: મોરબીના વીરપર ગામે આવેલી નાલંદા વિદ્યાલય ખાતે સંસ્કૃત પાઠશાળાના ધો.૧૨ના વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું.અહીં દરરોજ પરીક્ષાની શરૂઆત વૈદિક પરંપરા થી કરવામાં આવતી હતી.ઉપરાંત છેલ્લા દિવસે શાળા સંચાલકે છાત્રોને સ્ટેશનરીની કીટ ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી.

વીરપર ગામે આવેલી નાલંદા વિદ્યાલયને સંસ્કૃતના ધો.૧૨નું પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું હતું. જેમાં સદગુરુ સંસ્કૃત વિદ્યાલય ( ખોખરા હનુમાન) બેલા ગામના છાત્રો પરીક્ષા આપવા આવતા હતા. આ વિદ્યાર્થી દ્વારા પરીક્ષા શરૂ થતાં પહેલા વૈદિક પરંપરા મુજબ મંત્રોચ્ચાર તેમજ પ્રાર્થના સાથે પપેરની શરૂઆત કરવામાં આવતી હતી. પરીક્ષાની શરૂઆત થી લઈને અંત સુધી છાત્રોએ આ નિત્યક્રમ જાળવી રાખ્યો હતો.

- text

પરીક્ષાના છેલ્લા દિવસે આ વિદ્યાર્થીઓને નાલંદા વિદ્યાલયના મેનૅજિંગ ટ્રસ્ટી બી.એ. ગામી, આચાર્ય ચેતનભાઈ દલસાણીયા તેમજ પરીક્ષાના સ્થળ સંચાલક પ્રવીણભાઈ મેરજા તરફ થી આ વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. ઉપરાંત તેમની પાઠશાળાને સ્વામી વિવેકાનંદજી ના જીવન ચરિત્રના ૩૨ પુસ્તકોનો સેટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથે વિદ્યાર્થીઓ ઉતરોતર પ્રગતિ કરે તેવા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.

 

- text