મોરબીમાં યોજાઈ રહેલા વૈદિક ૧૦૮ કુંડી મહારુદ્ર યજ્ઞમાં દેશભરમાંથી ભાવિકો જોડાયા

- text


સતત ૨૦ દિવસ સુધી ચાલશે અનોખો યજ્ઞ : ૨૦ હજાર સ્ક્વેર ફૂટ ની યજ્ઞશાળા

મોરબી : મોરબીમાં સૌપ્રથમ વખત ૧૦૮ કુંડી મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો છે, હરિદ્વારની ગૌરક્ષા સંસ્થા દ્વારા ગાયોના લાભાર્થે તથા માનવ કલ્યાણની સાથે ઋષિ યજ્ઞપરંપરા પુનર્જીવિત કરવાના ઉદ્દેશ સાથે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આ યજ્ઞ ૨૦ દિવસ સુધી ચાલશે જેમાં દરરોજ પાંચ લાખ મહા મૃત્યુંજયમંત્રના જાપ કરવામાં આવી રહ્યા છે.

મોરબીમાં રવાપર રોડ, કેનાલ રોડ ખાતે આવેલ રામોજી ફાર્મમાં તા. ૨૫ માર્ચ થી ૧૦૮ કુંડી મહા રુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો છે, આ અનોખા યજ્ઞની વિશેષતા એ છે કે મોરબીમાં જ નહીં સમગ્ર ગુજરાતમાં કદાચ પ્રથમ વખત આ મહારુદ્રયજ્ઞ નું આયોજન કરાયું છે. હરિદ્વાર સંસ્થાના ગૌસેવાના લાભાર્થે તથા ખાસ કરીને દરેકની મનોકામનાઓ પૂર્ણ કરવા અને ઋષિ યજ્ઞ પરંપરાને જીવંત રાખવી એ આ યજ્ઞ નો મુખ્ય ઉદ્દેશ છે. હાલ ૨૩ હજાર સ્ક્વેર ફૂટની જગ્યામાં યજ્ઞશાળા બનાવી વૈદિક સંસ્કૃતિ અને પરંપરા મુજબ યજ્ઞશાળામાં હવન ચાલી રહ્યો છે.

- text

આ યજ્ઞમાં હિમાલય ભાગવત વિદ્યાપીઠ સોલા તથા સૌરાષ્ટ્રમાંથી નિર્વ્યસની અને પૂર્ણ વૈદિક હોય તેવા ૧૩૦ ભૂદેવો દ્વારા આ વિધિ કરવવામાં આવી રહી છે, યજ્ઞમાં ૨૨૦૦ કિલો શુદ્ધ ઘી, ૫૦૦૦ કિલો તલ, ૧૦૦ કિલો જવ ,૧૨૫૦ કિલો ચોખા, ૨૫૦ કિલો ડ્રાયફુટ , ૧૦૦ કિલો કપૂર અને ૨૫ ટન લાકડાનો હવન કરવામાં આવશે.

વીસ દિવસ સુધી ચાલનારા આ યજ્ઞમાં કુલ ૧ કરોડ મહામૃત્યુંજયના જાપ કરવામાં આવશે યજ્ઞ અંગે અમૃતાનંદજી એ વધુમાં ઉમેર્યુ હતુ કે ઋષિ યજ્ઞ પરંપરા મુજબ શુદ્ધ ભાવથી યજ્ઞ કરાય તો તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દેવો પ્રસન્ન થાય છે, યજ્ઞ દરમિયાન ત્રણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી શહેર જ નહીં બલ્કે દેશ વિદેશના મહેમાનો સહભાગી બન્યા છે.

યજ્ઞશાળા વૈદિક પરંપરા પ્રમાણે ગાયના છાણથી લીપણ થી બનાવવામાં આવી છે અને કુલ ૨૦ ટન ગાયના છાણ નાં લીપણ થી આ યજ્ઞ શાળા તૈયાર કરી વૈદિક વિધિ વિધાન દ્વારા યજ્ઞકાર્ય કરવામાં આવી રહ્યું છે.

આ વૈદિક યજ્ઞમાં યજમાન તરીકે નામ નોંધવા 9825467647, 9399682386, 9825126732 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text