કોઈ પણ વ્યક્તિ બે મિનિટથી વધુ આરતી કરી ન શકે મોરબી : મોરબીના રામોજી ફાર્મ ખાતે ચાલતી શિવકથામાં ડો.લંકેશ બાપુની કથાની શરૂઆત અનોખી આરતી દ્વારા થાય છે, કપૂર અને શુદ્ધ ધીના ૧૦૮ દિવડાની આ આરતીમાં એટલી તો અગનજવાળા હોય છે કે કોઈ પણ વ્યક્તિ બે મિનિટથી વધુ સમય આરતી ઉતારી શકતા નથી. ડો. લંકેશ બાપુની શિવકથાની શરૂઆતમાં રાષ્ટ્ર ગાન અને આરતીથી કરવામાં આવે છે જેમાં આરતી એટલી મોટી હોય છે કે ૧૦૮ દિવાની સાથે - સાથે ચાલુ આરતીમાં જ કપૂર નાખવામાં આવતું હોય ભલ ભલા લોકો આકરા તાપને કારણે ૨ મિનિટથી વધુ સમય સુધી આરતી હાથમાં રાખી શકતા નથી. વધુમાં ડો.લંકેશબાપુએ ઘી અને કપૂરની આરતી થકી વાતાવરણમાં ફેલાયેલ પ્રદુષણ દૂર થતું જોવાનું જણાવી આરતીનું મહત્વ સમજાવ્યું હતું. https://youtu.be/JoXAaRzNPCc