મોરબી જિલ્લામાં બાર એસો ઓફ ગુજરાતની ચૂંટણીમાં ૬૨.૨૯ ટકા મતદાન

- text


શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન : મોરબીમાં ૨૦૫, વાંકાનેરમાં ૪૭ અને હળવદમાં બાવન વકીલોએ કર્યું મતદાન

મોરબી : મોરબી જિલ્લામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં બપોરે ૩:૩૦ કલાકે સંપન્ન થયું હતું. જિલ્લામાં સરેરાશ ૬૨.૨૯ ટકા જેટલું મતદાન યોજાયું હતું.

મોરબી જિલ્લામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની દર પાંચ વર્ષે યોજાતી ચુંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં બપોરે ૩:૩૦ વાગ્યે પૂર્ણ થયું હતું. જેમાં સરેરાશ ૬૨.૨૯ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.મોરબી માં ૩૩૬ માંથી ૨૦૫ વકીલો એ મતદાન કર્યું હતું. વાંકાનેર માં ૮૪માંથી ૪૭ વકીલોએ અને હળવદ ખાતે ૬૮ માંથી બાવન વકીલોએ મતદાન કર્યું હતું.

- text

ચૂંટણીમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બાર કાઉન્સિલ ઓફ મોરબીના પ્રમુખ જીતુભા જાડેજા, સેક્રેટરી બાબુલાલ હડીયલ , ઉપપ્રમુખ મનિષ જોષી, જોઇન્ટ સેક્રેટરી કાસમભાઈ ભોરીયા કારોબારી સભ્ય કેતનભાઇ ટીડાણી, ઊદયરાજસિંહ જાડેજા, મહાવીર સિંહ જાડેજા તેમજ ચુંટણી અઘિકારીઓ ભાવેશભાઇ જે.ભટ્ટ અને મનસુખભાઇ પરમારે જહેમત ઉઠાવી હતી.

- text