મોરબી જિલ્લામાં વીજ કંપનીના દરોડા: રૂ.૮.૪૦ લાખની વીજ ચોરી પકડાઈ

- text


શનાળા અને પીપળીયા સબ ડિવિઝન હેઠળના ૧૫ ગામોમાં વીજ ચેકીંગ કરાતા ૬૪ કનેકશનોમાં થતી ગેરરીતિ ખુલ્લી પડી

મોરબી: મોરબી જિલ્લામાં આજે પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વર્તુળ કચેરી ના અધિક્ષક ભલાણી ની સૂચના થી આર.આર. પડસુમ્બીયા સહીતના અધિકારીઓની ટીમે ૧૫ જેટલા ગામોમાં દરોડા પાડી રૂ.૮.૪૦ લાખની વીજ ચોરી પકડી પાડતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો.

પીજીવીસીએલ દ્વારા આજ રોજ મોરબીમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોરબીના શનાળા અને પીપળીયા સબ ડિવિઝન હેઠળના ૧૫ ગામોમાં વીજ અધિકારીઓએ દરોડા પાડી કુલ ૪૬૨ વીજ કલેકશનનું ચેકિંગ કર્યું હતું.

- text

પીજીવીએલના અધિકારીઓએ ચેક કરેલા ૪૬૨ કનેક્શનો પૈકી ૬૪ વીજ કનેકશનો ગેરરિતી આચરતા હોવાનું માલુમ પડ્યું હતું. આ કનેકશન ધારકોને રૂ.૮.૪૦ એસેસમેન્ટ ફાટકારવવામાં આવ્યુ હતું.વીજ કંપનીના આ દારોડાથી વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

- text