મોરબી તાલુકા સેવા સદનમાં સિક્યોરિટી સ્ટાફ મુકો : કલેક્ટરને રજુઆત

- text


સેવા સદનના પટાંગણમાં રેઢિયાળ ઢોર અને અસામાજિક તત્વોનો અડીંગો

મોરબી: મોરબી તાલુકા સેવા સદન સિક્યુરિટી સ્ટાફના અભાવે રેઢુ પડયુ છે. રખડતાં પશુઓ અને આવારા તત્વ અહીં અડીંગો બનાવીને બેઠા રહે છે ત્યારે સામાજિક કાર્યકરે તાત્કાલિક અસરથી તાલુકા સેવા સદનમાં સિક્યુરીટી સ્ટાફ મુકવાની જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી.

- text

સામાજિક કાર્યકર મહાદેવ ભાઈ ગોહિલે જિલ્લા કલેકટરને રજૂઆતમાં જણાવ્યું હતું કે મોરબીના સામાકાંઠે આવેલા લાલબાગ પાસેના તાલુકા સેવા સદન સરકારી કચેરી છે કે ઢોરવાડો તે જ ખબર પડતી નથી કારણકે સેવાસદન રેઢું પડ્યું હોવાથી કુતરા તેમજ રઝળતા ઢોરો અહીં અડીંગો જમાવીને પડ્યા પાથર્યા રહે છે. જોકે સામાન્ય દિવસોમાં તો ઠીક રજાના દિવસોમાં પણ તાલુકા સેવા સદન રેઢુ પડ્યું હોવાથી રખડતા પશુઓ ઘૂસી જાય છે રજાના દિવસોમાં આવારા તત્વો તાલુકા સેવા સદનમાં ઘૂસી આવીને મુતરડીના પથ્થરો તથા અગત્યના બેનરો ,બારી અને દરવાજામાં વ્યાપક નુકસાન કરે છે સેવાસદનમાં કોઈ રોકવાવાળું કે ટોકવા વાળું જ ન હોય તેમ આવારા તત્ત્વો ઘૂસી જઈને ભાંગફોડ કરતા હોય છે તેથી આ સરકારી મિલકતને સુરક્ષા કવચ પૂરું પાડવા તાત્કાલિક અસરથી સિક્યોરિટી સ્ટાફની નિમણૂક કરવી આવશ્યક છે.

- text