મોરબી એસ.ટી.ડેપોના વર્કશોપમાં અપુરતા સ્ટાફથી હાલાકી

- text


ખાલી પડેલી ૨૫ જગ્યાઓ ભરવા સામાજિક કાર્યકરની માંગ

મોરબી : મોરબી એસ.ટી.ડેપોના વર્કશોપમાં મહત્વની જગ્યાઓ ખાલી હોવાથી તેની સીધી અસર એસટીની સુવિધા પર પડે છે જેથી મુસાફરો હેરાન થાય છે ત્યારે સામાજિક કાર્યકરે વર્કશોપમાં પૂરતો સ્ટાફ ફાળવવાની માંગ કરી છે

સામાજિક કાર્યકર પી. પી. જોશીએ જણાવ્યું હતું કે મોરબી એસટી ડેપોમાં આશરે ૫૦થી ૬૦ જેટલી શેડ્યૂલ ચાલે છે પરંતુ વર્કશોપમાં સ્ટાફ ઓછો હોવાના કારણે ઘણી વખત બસો સમયસર ઉપડતી નથી અથવા તો રદ કરવી પડે છે મોરબી એસ.ટી વર્કશોપ માં આશરે ૨૫ જેટલી જગ્યાઓ ખાલી પડી છે. રાત્રિ દરમિયાન કોઈ બસમાં બ્રેકડાઉન થાય તો ઇલેક્ટ્રિશિયન કે ટાયર ફિટર નથી હોતા જેના કારણે મુસાફરો ઘણી વખત મુશ્કેલીમાં મુકાઈ જાય છે દરેક ડેપોમાં રિલીફ વાહન તથા ડ્રાઈવર રાખવા જોઈએ. જે હતી રાત્રીના સમયે બ્રેકડાઉન થાય તો રિલીફ બસનો ઉપયોગ થઇ શકે અને મુસાફરોને નિયત જગ્યાએ સમયસર પહોંચાડી શકે.

- text

એસ.ટી.નિગમે ડ્રાઈવર કમ કન્ડક્ટર ટૂંકા અને પોઈન્ટ-ટુ-પોઈન્ટ ચલાવવાનો પરિપત્ર આપ્યો છે છતા આ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે જેને લાંબા રૂટમાં મોકલાઈ છે તે બસ સમયસર સ્થળે પહોંચતી નથી અને આવી બસોને રાત્રી દરમ્યાન બ્રેકડાઉન કે અકસ્માત થાય તો એક કર્મચારી શું કરી શકે તેથી આવી સ્થિતિ નિવારવા માટે તેમણે વર્કશોપમાં પૂરતો સ્ટાફ ફાળવવાની માંગ કરી હતી.

- text