મોરબીમાં હનુમાન જયંતીની ઉજવણીની તડામાર તૈયારીઓ

- text


શહેરમાં આવેલા હનુમાનજીના મંદિરોમાં ૩૧મીએ મારુતિયજ્ઞ, બટુકભોજન, સુંદરકાંડ સંતવાણી અને ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે

મોરબી : મોરબીમાં હનુમાન જયંતિની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવા હનુમાનભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભક્તો દ્વારા હનુમાન મંદિરોને સાજ સજાવટ સહિતની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે હનુમાન જયંતીએ મંદિરોમાં બટુકભોજન, મારુતિ યજ્ઞ, સુંદરકાંડ, ભજન, સંતવાણી સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે

ભગવાન શિવજીના રુદ્ર અવતાર ગણાતા ભગવાન હનુમાનજીની તા. ૩૧ માર્ચના રોજ જન્મ જયંતી છે ત્યારે મોરબીમાં માં જયંતિની ધામધૂમથી ઉજવણી કરવા માટે હનુમાન મંદિરોમાં સણગાર સહિતની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે શહેરમાં ઠેર ઠેર આવેલ હનુમાનજીના મંદિરોમાં હોમ-હવન, સુંદરકાંડ ,બટુક ભોજન, સંતવાણી અને ધૂન-ભજન તથા વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે. અમુક મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોની સાથે સામાજીક અને સેવાકીય કાર્યક્રમો યોજીને હનુમાન જયંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવનાર છે.

- text

ઉપરાંત ઘણા ખરા હનુમાનજી મંદિરોમાં કેક કટિંગ કરીને પણ ઉજવણી કરવામાં આવશે મોરબીના સામાકાંઠા આવેલા રામકૃષ્ણ મંદિરે તા.૩૧ ના રોજ હનુમાન જયંતિ નિમિતે સો ઓરડીના પ્રખ્યાત વેલનાથ ભજન મંડળ નો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સવારે ૧૧ વાગ્યે બટુક ભોજન અને આખા દિવસ દરમ્યાન રાહદારીઓને વરીયાળી શરબતનું વિતરણ કરવામાં આવશે સાંજે ૫ વાગ્યે રામકૃષ્ણનગર મારુતિ મહિલા મંડળનો કીર્તન કાર્યક્રમ યોજાશે. ઉપરાંત રવાપર રોડ, વસંત પ્લોટના ચકિયા હનુમાન મંદિર, સનાળા રોડ સામાકાંઠે કેસર બાગ પાસેના હનુમાન મંદિર, નવલખી ફાટક પાસેના હનુમાન મંદિર,લાતી પ્લોટ પાસેના મણીધર હનુમાન મંદિર સહિત ઠેરઠેર આવેલા મંદિરોમા ધાર્મિક કાર્યક્રમો યોજી હનુમાન જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવશે.

- text