મોરબીના ભડિયાદ થી લીલાપર રોડ વચ્ચે નદી પર પુલ બનાવવા મુખ્યમંત્રીને રજુઆત

- text


શહેરની ટ્રાફિક સમસ્યા હળવી બનાવવા મુખ્યમંત્રીને સુચન કરતા વિહિપ અગ્રણી

મોરબી : મોરબીમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે નક્કર આયોજન ની જરૂર છે જેમાં મોરબીના ભડિયાદ રોડ થી લીલાપર રોડ ની મચ્છુ નદી ઉપર પુલ બનાવવા થી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થઈ શકતું હોવાની વિહિપ અગ્રણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે મોરબીના ઔદ્યોગિકરણને કારણે વાહનો વધ્યા છે અને ઘણી જગ્યાએ ટ્રાફિક જામ દરરોજ સામાન્ય બની ગયો છે ખાસ કરીને મોરબીના ભડિયાદ રોડ થી લીલાપર રોડ વચ્ચેની મછુ નદી ઉપર ફોર ટ્રેક પુલ બનાવવો જરૂરી છે અહીંયાં ટ્રાફિક સમસ્યા વધુ રહે છે સામાન્ય રીતે ઉદ્યોગો સામાકાંઠે છે અને ઉદ્યોગપતિઓના નિવાસસ્થાનો મોરબી શહેરમાં આવેલા છે તેથી ઘરે થી કારખાને અવર-જવર માટેની આ જગ્યાએ ટ્રાફિકની સ્થિતિ ગંભીર હોવાથી ત્યાં ફોર ટ્રેક પુલ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.

- text

આ બ્રિજ પુલ બનાવવાથી પેટ્રોલ-ડિઝલની બચત થશે તેમજ અકસ્માતોનું પ્રમાણ પણ ઘટશે. લોકો સમયસર નિર્ધારિત સ્થળે પહોંચી શકશે.પુલ બનાવવાથી રવાપર રોડ લીલાપર રોડથી સીધા સામા કાંઠે જઈ શકશે અને મોરબી શહેરની ટ્રાફિક સમસ્યા પણ હલ થઇ શકે તેમ હોય આ દિશામાં યોગ્ય પગલા લેવાની તેમણે માંગ કરી હતી.

- text