૨૮મીએ મોરબી નગરપાલિકાની સાધારણ સભા : બજેટ સહિતના મહત્વના એજન્ડા રજુ થશે

- text


મોરબી: મોરબી નગરપાલિકાની આગામી ૨૮મીએ સાધારણ સભા યોજાનાર છે જેમાં અધ્યક્ષ સ્થાને નગરપાલિકા પ્રમુખ ગીતાબેન, ચીફ ઓફિસર ઉપરાંત સભ્યો ઉપસ્થિત રહેશે. આ સભા આગામી નાણાકીય વર્ષનું બજેટ સહિતના અન્ય વિકાસ કામોના એજન્ડા રજુ કરવામાં આવશે જેમાં રૂ. ૫ કરોડના ખર્ચે નવા રોડ તેમજ રૂ.૩ કરોડના ખર્ચે રોડના સમારકામની મંજૂરી માટે ઠરાવ પસાર કરવામાં આવશે.

આગામી તા. ૨૮ ને બુધવારના રોજ સવારે ૧૧ કલાકે નગરપાલિકાના કાઉન્સિલ હોલ માં સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે સભામાં વિવિધ ઠરાવોને બહાલી આપવામાં આવશે સાથે એકાઉન્ટ વિભાગ તરફથી રજૂ થયેલા આવક અને ખર્ચ પત્રક તેમજ રિવાઇઝડ બજેટને મંજૂર કરવામાં આવશે. આ સાથે સફાઈ કામદારોની ખાલી પડેલી જગ્યામાં ૫૦ ટકા જગ્યાને ભરવાનો ઠરાવ પસાર કરવામાં આવશે. એલએલએમના રિપોર્ટ મુજબ ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવશે.

- text

સભામાં વિભાગ તરફથી આવેલી અરજી મુજબ સાધન-સામગ્રીનું ખર્ચ મંજુર કરવામાં આવશે. આ ઉપરાંત સેનિટેશન વિભાગના રિપોર્ટ મુજબ રૂ. પાંચ કરોડનો ખર્ચ મંજુર કરવાનો ઠરાવ પસાર કરાશે ઉપરાંત પવડી વિભાગના આવેલા રિપોર્ટ મુજબ નવા સીસી રોડના કામની રકમ રૂ.૫ કરોડ તેમજ વોર્ડ નંબર ૧થી ૧૩ના રસ્તાના સમારકામ માટે રૂ.૩ કરોડ મંજુર કરવાનો ઠરાવ પસાર કરવામાં આવશે આ ઉપરાંત જિમ બનાવવા માટે રૂ.૨૫ લાખ મંજુર કરવાનો ઠરાવ પસાર કરવામાં આવશે.

 

- text