મોરબી સિવિલ હોસ્પિટલના બાળ તબીબ ઘેરહાજર : દર્દીઓ પરેશાન

- text


કલાકો સુધી લાઈનમાં ઉભા રહેતા દર્દીઓને બાળ તબીબની ડાંડાઇ થી અંતે જનરલ તબીબ પાસે જવું પડે છે.

મોરબી: મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી દર્દીઓને અસુવિધા મળતી હોવાની ફરિયાદ વચ્ચે આજે બાળ તબીબ ગેરહાજર રહેતાં દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.

દર્દીઓની ફરિયાદ મુજબ આ બાળ તબીબ તેમની ફરજ ના અઠવાડિયામાં ચાર દિવસ જ હોય તેમ છતાં આ ફરજના દિવસોમાં વારંવાર ગેરહાજર રહેતા હોય છે હોસ્પિટલના બાળ તબીબ ડોક્ટર જયેશભાઈ બોરસાણીયા સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારે અઠવાડિયાના ચાર દિવસ જ ફરજ બજાવે છે આજે આ બાળ તબીબની ફરજનો દિવસ હોવાથી સવારથી અનેક દર્દીઓ હોસ્પિટલ આવ્યા હતા.પરંતુ સવારના ૯:૩૦ થવા આવ્યા છતાં ડોક્ટર ન આવતા દર્દીઓ રોષે ભરાયાં હતા

લાઈનમાં ઊભા રહેલા દર્દીઓએ કાઉન્ટર પર જઈને પૂછપરછ કરી હતી ત્યારે સ્ટાફે ડોક્ટર મિટિંગમાં હોવાનું દર્દીઓને જણાવ્યું હતું આથી દર્દીઓને એમ થયું કે ડોક્ટર મિટિંગ પતાવીને હમણાં આવશે પરંતુ બપોર થવા આવી છતાં ડોક્ટર ન આવતાં અનેક દર્દીઓ હેરાન થયા હતા

- text

દર્દીઓએ એવી ફરિયાદ કરી હતી કે આ બાળ તબીબ તેમની ફરજ ના દિવસો માં વારંવાર ગેરહાજર રહે છે તેથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ઘણી વખત દર્દીઓને જનરલ તબીબ પાસે સારવાર કરાવી પડે છે આ બાબતે હોસ્પિટલના ઈન્ચાર્જ અધિક્ષક ડો દુધરેજીયા ને પૂછતા તેઓએ કહ્યું કે બાળ તબીબ રજા ઉપર છે.

બાળ તબીબ રજા ઉપર હોય તે અંગેનું બોર્ડ તેમના વિભાગમાં લગાવી દેવાયું હોત તો દર્દીઓ હેરાન ન થાત. તેમજ નીચેના સ્ટાફે બાળ તબીબ મિટિંગમાં હોવાનું અને અધિક્ષકે રજા માં હોવાનું કહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

- text