મોરબીના લોક સાહિત્યકારનું સુરેન્દ્રનગરમાં સન્માન

- text


સુરેન્દ્રનગરમાં ચારણી સાહિત્ય સંશોધન સંવાદોત્સવ યોજાયો

મોરબી : તાજેતરમાં સુરેન્દ્રનગર ખાતે ચારણી સાહિત્ય સંશોધન અંગે ત્રિદિવસીય સંવાદોત્સવ યોજાયો હતો જેમાં મોરબીના જાણીતા લોક સાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરાનું દેવલમના હસ્તે સન્માન કરાયુ હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ચારણી સાહિત્ય સંશોધન અંગે ત્રિદિવસીય સંવાદોત્સવ સુરેન્દ્રનગર રાજ દર્શન બંગલો મુકામે તારીખ ૪ થી ૬ માર્ચ યોજાયેલ હતો.

જેમાં ગુજરાત અને રાજસ્થાનના વિદ્વાન સાહિત્યકારો ઉપસ્થિત રહયા હતા અને પીંગળ ડીંગળ સાહિત્યપર સંવાદ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત રાજય કક્ષાએ દુહા – છંદમાં પ્રથમ આવેલા કલાકારોનું સન્માન કરવામાં આવ્યુ હતું.

- text

આ તકે વર્ષ ૨૦૧૪-૧૫ માં મોરબીના લોક સાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરા રાજય કક્ષાએ દુહા છંદમાં પ્રથમ નંબર મેળવેલ હતો તે માટે આઈ શ્રી દેવલમાંના હસ્તે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text