મોરબી વીરદાદા જશરાજ સેના દ્વારા રવિવારે ઓર્થોપેડીક નિદાન કેમ્પ

- text


જાણીતા તબીબ દ્વારા જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે હાડકના દર્દીઓની તપાસ

મોરબી : મોરબીમાં વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદીર ખાતે આગામી તા.૪ રવિવારના રોજ વિર દાદા જશરાજ સેના દ્વારા વિના મૂલ્યે ઓર્થોપેડીક (હાડકા) ના નિદાન કેમ્પનુ આયોજન કરવામા આવેલ છે. કેમ્પ સવારે ૧૦ થી ૧ દરમિયાન કાર્યરત રહેશે.

આ કેમ્પમા મોરબીના ઓર્થોપેડીક એન્ડ જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જન એવા મધુરમ હોસ્પીટલ વાળા ડો. ભાવિકભાઈ શેરશીયા (પટેલ) વિના મૂલ્યે સેવા પ્રદાન કરશે.

- text

આ કેમ્પમા ઢીંચણ, કમર, સ્નાયુઓ તેમજ મણકા નો દુખાવો તેમજ દરેક પ્રકાર ના હાડકા ના રોગો નુ વિના મૂલ્યે નિદાન તેમજ માર્ગ દર્શન આપવા મા આવશે, કેમ્પનો લાભ લેવા માટે નામ નોંધાવવા માટે ૯૭૧૨૨૪૫૪૦૧, ૯૫૩૭૦૪૬૪૪૬ પર સંપર્ક કરવો.

કેમ્પનુ ઉદઘાટન રઘુવીરસેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબીના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીના વરદ્ હસ્તે કરવા મા આવશે કેમ્પને સફળ બનાવવા વિશાલ ગણાત્રા, ચિરાગ વોરા, મોહીત રાચ્છ, ચિરાગ રાચ્છ, વિપુલ પંડીત, ભાવીન ઘેલાણી, પ્રકાશ રાચ્છ, મિલન કક્કડ,કૌશિક કટારીયા, નિર્મિત કક્કડ સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.

- text