મોરબીના ૬૫ વર્ષના દૌડવીર તબીબની વધુ એક સિદ્ધિ : રાજકોટ મેરેથોનમાં ૪૨ કિમી દોડમાં પ્રથમ

- text


ઓર્થોપેડિક સર્જન અનિલ પટેલની વધુ એક સિદ્ધિ ૪ કલાક ૧૫ મિનિટમાં ૪૨ કિમીની દોડ પૂર્ણ કરી

મોરબી : સામાન્ય લોકોને જે ઉંમરે લાકડીના ટેકાની જરૂરત પડે તેવી ૬૫ વર્ષની વયે પણ યુવાનોને પાછળ રાખી દે તેવું જોમ જુસ્સો ધરાવતા મોરબીના તબીબ અનિલભાઈ પટેલે રાજકોટ મેરેથોન દોડમાં ૪૨ કિલોમીટરની દોડ ફક્ત ૪ કલાક ૧૫ મિનિટમાં પૂર્ણ કરી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.

રવિવારે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા યોજાયેલ મેરેથોન દોડમાં હજ્જારો લોકોએ ભાગ લીધો હતો જેમાં ૪૨ કિલોમીટર કેટેગરીમાં મોરબીના ૬૫ વર્ષના ઓર્થોપેડિક સર્જન ડો. અનિલ પટેલે ભાગ લીધો હતો અને આ ઉંમરે પણ તેઓએ અનેક સ્પર્ધકોને પાછળ રાખી દઈ ફક્ત ૪ કલાક અને ૧૫ મિનિટના સમય ગાળામાં આ દોડ પૂર્ણ કરી લઇ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.

- text

60 વર્ષની કેટેગરીમાં ડો અનિલ પટેલે સૌથી ઓછા સમયમાં મેરેથોન પૂર્ણ કરતા મહાનગર પાલિકા દ્વારા રૂપિયા ૧૦૦૦૦ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ડો. અનિલ પટેલ આ અગાઉ પણ અનેક મેરેથોન દોડમાં ભાગ લઈ ચુક્યા છે અને તાજેતરમાં કચ્છના રણ માં યોજાયેલ કઠિન મેરેથોનમાં પણ તેઓએ વિદેશી પર્યટકો વચ્ચે ૫૧ કિલોમીટર દોડ સફળતા પૂર્વક પૂર્ણ કરી ૧૧ મુ સ્થાન હાંસલ કર્યું હતું.

- text