આજે મોરબીમાં માતૃભાષા દિવસની અનોખી ઉજવણી

- text


સરસ્વતિ શિશુ મંદિર દ્વારા બપોરે ૪ વાગ્યે પ્રદર્શન તથા કાર્યક્રમનું આયોજન

મોરબી : સરસ્વતિ શિશુ મંદિર મોરબી દ્વારા આજે માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષાનું મહત્વ સમજાવતી પ્રદર્શની અને વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શિશુમંદિર શાળાના નિયામક સુરેશભાઈ પરમારના જણાવ્યા મુજબ માતૃભાષા માં ની ભાષાથી અલગ ન હોઈ શકે, કોઈપણ ભાષા માતૃભાષા સમાન ન હોઈ શકે, માં અને માતૃભાષા એક સિક્કાની બે બાજુ છે, માતૃભાષા બાળકના જીવનને પોષણ પૂરું પાડે છે. બાળક બાળપણમાં માતૃભાષામાં શિક્ષણ મેળવે તે સમાજ અને રાષ્ટ્રના હિતમાં છે.

- text

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ફૂલની સુગંધ જ ફુલનું મહત્વ વધારે છે, ઉત્તમ ખાતર અને યોગ્ય બીજ હોય તો તેને વૃક્ષ બનતા કોઈ અટકાવી શકતું નથી તેવી જ રીતે બાળકને માતૃભાષા રૂપી ખાતર અને સ્વભાષાના જલાભિષેકથી તેનો યોગ્ય ઉછેર કરવાથી તે આવતીકાલનો ઉત્તમ નાગરિક બનશે તેમાં કોઈ શંકા નથી.

જેથી આવતીકાલે બાળકના ઉછેર અને શિક્ષણમાં માતૃભાષાના મહત્વનો ઉજાગર કરવા સાંજે ચાર વાગ્યે ખાસ કાર્યક્રમમાં પધારી મોરબીના નગરજનોને માતૃભાષાનું મહત્વ સમજવા પધારવા અપીલ કરવામાં આવી છે.

- text