મોરબી ટુ રાજકોટ હેલિકોપ્ટર સુવિધાનો પ્રારંભ

- text


રાજકોટની ખાનગી કંપની દ્વારા સોમનાથ – દ્વારકાની પણ હવાઈ સેવા અપાશે

મોરબી : રાજકોટની ખાનગી કંપની દ્વારા ગુરુવારથી મોરબી થી રાજકોટ વચ્ચે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે સાથો – સાથ મોરબીથી સોમનાથ દ્વારકા સુધીની હેલીકોપ્ટર સુવિધા પણ આપવામાં આવશે,મોરબી સર્કીટ હાઉસ હેલિપેડ ખાતે પ્રથમ ઉડાન ભરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ઔધોગિક નગરી મોરબીથી રાજકોટ વચ્ચે ગુરુવારથી પ્રથમ વખત જ ખાનગી કંપની દ્વારા હેલિકોપ્ટર સુવિધાનો સતાવાર રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે, આ હવાઈ સુવિધાને કારણે મોરબીના ઉદ્યોગ જગતને એરપોર્ટની જે ખોટ પડી રહી છે તેમા રાહત મળશે.

મોરબીમાં હેલિકોપ્ટર સુવિધાના પ્રારંભ પ્રસંગે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિઓ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ હેલિકોપ્ટર સેવા મોરબીથી રાજકોટની સાથે સાથે યાત્રાધામ સોમનાથ તેમજ દ્વારકા સુધી ઉપલબ્ધ બનશે.

- text

હવાઈ સેવાનો પ્રારંભ થતા ઉધોગપતિઓએ જણાવ્યું હતું કે હવે મોરબીના ઉદ્યોગપતિઓનો કીમતી સમય બચી જશે અને મોરબીનો ઉધોગ વિકાસની હરણફાળ ભરશે અને કીમતી સમયનો બચાવ થશે જેથી આ સેવા આવકાર્ય છે.

પહેલી વખત જ મોરબીના લોકોને હેલીકોપ્ટર સેવાનો લાભ મળ્યો હોવાથી ગુરુવારે હેલીકોપ્ટર શહેરના આકાશમાં ઉડતા લોકોએ અનેરો આનંદ અનુભવી કુતુહલ પૂર્વક નવી હવાઈ સુવિધા વિશે જાણકારી મેળવી રોમાંચ અનુભવ્યો હતો અને સર્કીટ હાઉસ નજીકના હેલીપેડ ખાતે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

- text