૧૮ ફેબ્રુઆરીએ ગંગાસ્વરૂપ સહાય સમિતિ મોરબી દ્વારા સમૂહલગ્ન યોજાશે

- text


વિધવા બહેનોના ૨૪ સંતાનો પ્રભુતામાં પગલાં પાડશે

મોરબી : ગંગાસ્વરૂપ સહાય સમિતિ મોરબી અને લાયન્સ કલબ મોરબી તથા અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિધવા બહેનોના સંતાનો માટે આગામી તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ દ્વિતીય સમુહલગ્નોત્સવ યોજવામાં આવનાર છે જેમાં ૨૪ વર-કન્યા પ્રભુતામાં પગલાં પાડશે.

લાયન્સ કલબ મોરબી, ગંગાસ્વરૂપ સહાય સમિતિ મોરબી, સાઈ મંદિર – હનુમાનજી મંદિર રણછોડ નગર અને પી જી પટેલ કોલેજ મોરબી દ્વારા આગામી તારીખ ૧૮ ફ્રેબ્રુઆરીના રોજ દ્વિતીય સમૂહલગ્ન સમારોહ યોજવામાં આવનાર છે, આ સમૂહલગ્નમાં વિધવા, વિધુર તથા વંચિત સમાજના ૨૪ યુગલો લગ્ન ગ્રંથિથી જોડાશે.

- text

આ પ્રસંગે સંત ભાવેશ્વરીબેન, સંત માર્ગીય સ્મિતસ્વામી, જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ, એડી.કલેકટર કેતન જોશી, સમાજ કલ્યાણ અધિકારી અરવિંદભાઈ મહેશ્વરી, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સહિતના મહાનુભાવો હાજર રહી નવદંપતિઓને આશીર્વાદ આપશે.

ઉલ્લેખનીય છે કે ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૦૦ વિધવા બહેનોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ પુરી પાડવામાં આવે છે અને અત્યાર સુધીમાં દોઢ કરોડથી વધુની સહાય કરવામાં આવી છે, ઉપરાંત સરકારની કુંવરબાઈનું મામેરું સહિતની યોજનાના લાભ આપવા પ્રયત્ન કરાશે.

 

- text