મોરબીના સેવાભાવી સદગૃહસ્થને પાંચ – પાંચ પુત્રીઓએ કાંધ આપી અંતિમ વિદાય આપી

- text


સિંચાઈ વિભાગમાં ફરજ બજાવી સેવા નિવૃત થયેલ જીવરાજભાઈએ સેવા પ્રવૃત્તિથી સુવાસ ફેલાવી હતી

મોરબી : મોરબીના કેનાલ રોડ પર રહેતા સદગૃહસ્થના અવસાન બાદ તેમની પાંચ – પાંચ પુત્રીઓએ પુત્રની ફરજ અદા કરી કાંધ આપી અગ્નિદાહ સહિતની વિધિ કરી પિતાને અંતિમ વિદાય આપી હતી.

દીકરો – દીકરી એક સમાન સૂત્રને સાર્થક કરતી ઘટનામાં મોરબીના કેનાલ રોડ પર અજંતા પાર્કમાં રહેતા અને સિંચાઈ વિભાગમાં નોકરી કરી સેવા નિવૃત થયેલા જીવરાજભાઈ ટપુભાઈ વડાવીયા ઉ. ૬૮ નું અવસાન થતાં તેમની પાંચેય પુત્રીઓએ પુત્રની જેમ ફરજ અદા કરી પિતાને કાંધ આપી હતી અને સ્મશાન ગૃહ જઈ અગ્નિદાહ પણ પુત્ર સમાન પુત્રીઓએ આપી તમામ વિધિ કરી હતી.

- text

ઉલ્લેખનીય છે કે ખુબજ લોક ચાહના ધરાવતા જીવરાજભાઈએ સેવા નિવૃત થયા બાદ સમાજસેવાની પ્રવૃતિઓ શરૂ રાખી ગાયત્રી પરિવાર, આર્ય સમાજ તથા ઉમિયા પરિવારમાં નિયમિત પણે સેવા પ્રવૃત્તિ કરવાની સાથે સાથે દેશી ઉપચાર કરી અનેક લોકોને ઉપયોગી થયા હતા.

જો કે છેલ્લા છ માસથી તેમને કેન્સર જેવી જીવલેણ બીમારી લાગુ પડી હોવા છતાં જરાપણ હિંમત હાર્યા વગર પોતાની સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખી હતી અને વ્હાલસોયી પુત્રીઓના હાથે અંતિમ વિદાય મેળવવાનું સદભાગ્ય પામ્યા હતા.

- text