હળવદમાં સધન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીગબુથો પર ઈવીએમ રવાના

- text


આવતીકાલે મતદાન ઉમેદવારોના ભાવિ પેટીમાં બંધ થશે : આવતીકાલે હળવદ નગરપાલિકા ચૂંટણી માટે તંત્ર સજ્જ : કર્મચારીઓ દ્વારા મોડલ સ્કુલ ખાતે નિદર્શન કરવામાં આવ્યું

હળવદ નગરપાલિકાની ચૂંટણી આવતીકાલે થનારી છે ત્યારે મોડેલ સ્કૂલમાં ૩૩ બુથો માટેની પોલીંગ ટીમોને આર.ઓ દ્વારા સધન સુરક્ષા વચ્ચે આજે રવાના કરવામાં આવી હતી.

- text

આવતીકાલે હળવદ નગરપાલિકા ચૂંટણી અન્યવે આજે ૨૦૦થી વધારે કર્મચારીઓ સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીગ બુથ પર પોલીગ સાધન સામગ્રી સાથે રવાના થયા હતા. જેમાં ૩૩ ઈવીએમ મશીનનુ કર્મચારીઓ માટે મોડલ સ્કુલ ખાતે નિદર્શન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ઇલેકશન સ્ટાફ મોટીસંખ્યામાં હાજર રહ્યો હતો. આ તકે આર.ઓ. અજય દહિયાના જણાવ્યા અનુસાર હળવદ નગરપાલિકા ચૂંટણી માટે ૧ ડીવાયએસપી, ૧ પીઆઈ,  ૪ પીએસ આઈ, ૮૦ પોલીસ જવાન,  ૭૦ જીઆરડીના જવાનો સાથે કોઇ પણ જાતના અનિચ્છનિય બનાવ ન બને તે માટે સધન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત આર.ઓ. દ્વારા મોડલ સ્કુલ ખાતે મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે પોલીગ ટીમોને રવાના કરવામાં આવી હતી.

- text