વાંકાનેરના લુણસરમાં ડાકલા વગાડવાના ભાગ બાબતે મારામારી

- text


વાંકાનેર : વાંકાનેરના લુણસર ગામે ડાકલા વગાડવાના ભાગ બાબતે મારામારી થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના લુણસર ગામે રહેતા નીતેશભાઈ તખુભાઈ કડીવાર જાતે-દેવીપૂજક ઉવ-૩૦ રહે- લુણસર તા-વાંકાનેર વાળાએ નવઘણ ઉર્ફે નાનુ અણદાભાઈ કડીવાર રહે- લુણસર તા-વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ડાક વગાડવા બાબતે ભાયુ ભાગ કરવાનો હોય જે બાબતે સમાધાન નહી થતા આ કામના આરોપી એ ફરીના પિતાજીને લાકડીવતી મોંઢાના ભાગે તથા વાંસામા બે ઘા મારી ઇજા કરેલ હોય આ કામે આરોપીએ માર માર્યો હતો.

- text

આ મામલે વાંકાનેર પોલીસે મ્હેજીલ્લા મેજી.સા મોરબીના હથિયારબંધી જાહેર નામાનો ભંગ કરતા ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

- text