મોરબીની ટ્રાફિક સમસ્યા નિવારવા કેનાલ ઉપર છત ભરવા મંજૂરી માંગતી પાલિકા

- text


લીલાપર ચોકડીથી કંડલા બાયપાસ સુધી મોટી કેનાલ ઉપર આરસીસી વર્ક કરી રસ્તો બનવવા એનઓસી માંગવામાં આવ્યા

મોરબી : મોરબીમાં લીલાપર ચોકડીથી લઈ રવાપર રોડ અને કંડલા બાયપાસ સુધીની કેનાલ ઉપર આરસીસી વર્ક કરી રોડ બનાવવા માટે નગરપાલિકા દ્વારા મંજૂરી માંગવામાં આવી છે.

મોરબી શહેરમાં દિવસે દિવસે વધી રહેલી ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇ નગર પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગને દરખાસ્ત કરી લીલાપર રોડથી રવાપર રોડ અને ત્યાંથી કંડલા બાયપાસ સુધી આવેલી મોટી કેનાલ ઉપર આરસીસી વર્ક કરી રસ્તો બનવવા જણાવાયું છે.

- text

વધુમાં પાલિકા દ્વારા લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે આ માર્ગ ઉપર ટ્રાફિક વધુ પ્રમાણમાં રહેવાની સાથે સાથે અહીં માનવ વસાહત વધી હોય ઢોર ઢાખર અને અનેક રાહદારીઓ કેનાલમાં અકસ્માતે પડી જતા હોય સત્વરે આ કેનાલ ઉપર છત ભરી રાહદારીઓને પડતી મુશ્કેલી દૂર કરવા માંગ ઉઠાવી હતી.

ફાઈલ તસ્વીર

- text