મોરબીમાં જાટ સમુદાય દ્વારા ઉજવાયો વાર્ષિક ઉત્સવ

- text


દેવાધિ દેવ મહાદેવ અને વીર તેજાજીના સત્સંગમાં લોકો જુમી ઉઠ્યા

મોરબી : મોરબીમાં વસવાટ કરતા જાટ સમુદાય દ્વારા મહાશિવરાત્રિના અવસરે વાર્ષિક ઉત્સવ અને સત્સંગનું આયોજન કર્યું હતું જેમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

મોરબીની રામભરોસે ગૌશાળા સનાળા બાયપાસ પર આયોજિત આ કાર્યક્રમમાં જાટ સમુદાય દ્વારા તેમના આરાધ્ય દેવ મહાદેવ અને સમાજના ગુરુ વીર તેજાજીને યાદ કરી સત્સંગ કરી સત્સંગનું આયોજન કર્યું હતું જેમાં લોકો માનમૂકીને જુમ્યા હતા.

આ પ્રસંગે મોરબી જાટ સમાજના અગ્રણી રામુ જાજડા, કિશન બેનિવાલ, હનુમાન ચૌધરી, પ્રેમ ગોદારા, અમેશભાઈ બૈરડ, પ્રેમ ગોદરા, મુલારામ માંકડ, બાબુ લોમરોડ, રમેશ માચરા, રાજકુમાર બેંદા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

- text

આ ઉપરાંત વાર્ષિક ઉત્સવમાં વર્તમાન સમયમાં સમાજમાં પ્રવર્તી રહેલા કુ રિવાજો અંગે ગહન ચર્ચા કરી સમગ્ર સમાજના વિકાસ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, છેલ્લા બે વર્ષથી મોરબીમાં વસવાટ કરતા જાટ સમુદાય દ્વારા વિવિધ આયોજનો હાથ ધરવામાં આવે છે જેમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલ સંચાલકો અને પ્રવાસી રાજસ્થાની પરિવારો દ્વારા ઉમંગ ભેર વિવિધ કાર્યક્રમો ઉજવી રહ્યા છે.

gh

- text