હળવદમાં જે વિકાસના કામ બાકી હશે તે આવનારા દિવસોમાં પૂર્ણ કરાશે : કેબિનેટ મંત્રી પટેલ

- text


હળવદની મુલાકાતે આવેલા રાજ્યના કેબિનેટ મંત્રી સૌરભભાઇ પટેલની વેપારી મહામંડળ સાથે બેઠક

હળવદ શહેર ભાજપ દ્વારા હળવદ નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી અન્વયે હળવદ વેપારી મહામંડળ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી સૌરભભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં હળવદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોની ચર્ચા કરાઈ હતી જેમાં વોલ ટુ વોલ રોડ, એલ.ઇ.ડી લાઈટ, મેઈન રોડ, બાળકોના રમત ગમત અને ફરવાલાયક સ્થળ તેમજ સામંતસર તળાવના કિનારે આવેલ બગીચાનો વિકાસ, સિનિયર સીટીઝન પાર્ક સરા ચોકડી ખાતે બનશે તદુપરાંત સ્મશાન ભૂમીમાં સ્મશાન છાપરી સહિત અન્ય વિકાસના કામો હાલ ચાલુ છે, તળાવનું બ્યુટીફેંકેસનનું કામ ટૂંક સમયમાં શરૂ થશે અને જે વિકાસના કામો બાકી છે તે ટૂંક સમય પૂર્ણ કરવામાં આવશે તેની ખાતરી પાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ આપી હતી.
આ પ્રસંગે પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, બીપીનભાઈ દવે, અજયભાઈ રાવલ, રણછોડભાઈ દલવાડી, વિજયભાઈ જાની, કેતનભાઈ દવે સહિત ભાજપ આગેવાનો તેમજ કાર્યકરો આ વેળાએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

- text

તો સાથે સાથે સૌરભભાઈ પટેલએ તેમના સંબોધનમાં ખાસ જણાવ્યું હતું કે, હળવદમાં નિયમિત 2 વખત પાણી પૂરું પાડવામાં આવે છે તેતો હળવદ નગરપાલિકાની મોટી સિદ્ધિ કહેવાય અને રસ્તામાં ખૂબ જ સરસ વોલ ટુ વોલ રોડ બનેલ છે જે કામ બાકી હશે તે પણ આવનારા દિવસોમાં શરૂ થશે.

આ પ્રસંગે કાર્યક્રમમાં હળવદ વહેપારી મહામંડળના પ્રમુખ ગોપાલભાઈ ઠક્કર, બીપીનભાઈ પરીખ, ઘનશ્યામભાઈ દવે, જીવરાજભાઈ કારિયા, બકાભાઈ ઠક્કર, પ્રકાશભાઈ પટવા, હરિભાઈ કંસારા સહિત વેપારી મહામંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

- text