મોરબીમાં બે સ્થળેથી વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી લેતી એસઓજી

- text


રૂપિયા ૧૩૩૦૦ ના સિગારેટના જથ્થા સાથે બે વેપારી અટકાયતમાં

મોરબી : મોરબી એસઓજી ટીમે ગઈકાલે સનાળા રોડ અને છાત્રાલય રોડ પર છાપો મારી વિદેશી સિગારેટના જથ્થા સાથે બે વેપારીઓને ઝડપી લઈ વિદેશી સિગારેટનો ૧૩,૩૦૦ રૂપિયાનો જથ્થો કબ્જે લઈ બે વેપારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા પાનબીડીના ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે.

જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે એસઓજી પીઆઇ એસ.એન.સાટી સહિતની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે સનાળા રોડ પર જીઆઇડીસી નજીક આવેલ ઇલોરા શોપિંગ સેન્ટરમાં આવેલ સદભાવના સેલ્સ એજન્સી નામની દુકાનમાં ચેકીંગ કરતા ડીજારમ બ્લેક નામની વિદેશી સિગારેટના ૯ બોક્સ મળી આવતા રૂ.૬૩૦૦ નો સિગારેટનો જથ્થો કબ્જે કરી દુકાન માલિક અરવિંદ હરજીભાઈ પનારા ઉ. ૪૨ રે. સરસ્વતી સોસાયટી, નવયુગ સ્કૂલની બાજુમાં સનાળા રોડ વાળાને અટકાયતમાં લીધા હતા.

- text

આ ઉપરાંત વિદેશી સિગારેટ રાખવાના અને વેચાણ કરવાના બીજા કિસ્સામાં ઇલોરા શોપિંગ સેન્ટરમાં આવેલ ઓમ સેલ્સ એજન્સીમાંથી પણ ડીજારમ બ્લેક સિગારેટના ૧૦ બોક્સ કિં. ૭૦૦૦ કબ્જે કરી દુકાન માલિક સુરેશ ધરમશીભાઈ જીવાણી, ઉ. ૪૫, રે.નકલંક પાર્ક, જીઆઇડીસી પાછળ વિરુદ્ધ સિગારેટ અને તમાકુ ઉત્પાદન અધિનિયમ ૨૦૦૩ની કલમ ૭ અને ૨૦ મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

આ સફળ કામગીરી એસઓજી પીઆઇ એસ.એન.સાટી, એ.એસ.આઈ. અનિલભાઈ ભટ્ટ, શંકરભાઇ ડોડીયા, જયપાલસિંહ ઝાલા, ફારૂકભાઈ પટેલ, કિશોરભાઈ મકવાણા, પ્રવિણસિંહ ઝાલા, માયુરધ્વજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ ડાભી, ધર્મેન્દ્રભાઈ વાઘડિયા તથા વિજયભાઈ ખીમાણિયાએ કરી હતી.

- text