મોરબી મા વધુ એક બાળ લગ્ન અટકાવતો સમાજ સુરક્ષા વિભાગ

- text


તા.૧૧ ફેબ્રુઆરીએ લગ્ન યોજાય તે પૂર્વે જ સમાજ સુરક્ષા વિભાગે સમજાવટ થી મામલો થાળે પાડ્યો

મોરબી : મોરબી સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા દ્વારા આજે વધુ એક બાળ લગ્ન યોજાઇ તે પૂર્વે જ વર-કન્યા ના માતા-પિતા ને સમજાવી બાળ લગ્ન નો ગંભીર અપરાધ રોકાવામા સફળતા મેળવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આગામી ૧૧ ફેબ્રુઆરીએ યોજાનાર સમુહ લગ્ન મા જેના લગ્ન યોજાનાર છે તેવી એક કન્યા પુખ્ત ઉમર ની ન હોવાની હકીકત સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા વિભાગ મોરબી ને મળતા તુરતજ બન્ને વિભાગ ના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા.

- text

બાદ મા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગના અધિકારીઓ નો કાફલો જે કન્યા ના લગ્ન નિર્ધાર્યા હતા તેના નિવાસ સ્થાને ત્રાટકયા હતા અને કન્યા ના ડોક્યુમેન્ટ ની ખરાઈ કરતા કન્યા ની ઉંમર પુખ્ત થવામાં ૧૦ દિવસ બાકી હોવાનું ખુલ્યું હતું.

જોકે આ મામલા માં કન્યા ના લગ્ન હજુ થયા ન હોય કોઈ ગુન્હો બનતો ન હોય સમાજ સુરક્ષા વિભાગે સમજાવટ થી લગ્ન બંધ રખાવી કન્યા પુખ્ત થાય ત્યારબાદ જ લગ્ન યોજવા તાકીદ કરી હતી.

- text