મોરબીના નવલખી ફાટક પાસે ટ્રાફિકજામ : પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ?

- text


મોરબી : નવલખી ફાટક પાસે અવારનવાર ટ્રાફીકજામના દ્રશ્ય સર્જાય છે ત્યારે આજે પણ બપોરના સમયે ૧૨ વાગ્યાથી જ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને ચાર કલાક જેવો સમય વિતવા છતા કોઈ ઉકેલ ન સર્જાતા ટ્રાફિક વાવડી ચોકડી સુધી પોહચ્યો હતો અને વાહન ચાલક ત્રાહિમામ પોકારી ઉઠીયા હતા.

ચાર કલાકથી ટ્રાફીકમાં ફસાયલ લોકોએ અહીં વારંવાર થતા ટ્રાફિકજામ માટે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. ટ્રાફિકજામના કારણે હજારોનુ ડીઝલનો ધુવાણો થય ગયા પછી ટ્રાફિક બાબતે અસરકારક કામગીરીના ઢોલ પીટતી મોરબી પોલીસ નવલખી ફાટકે દોડી આવી હતી અને ટ્રાફિક કિલરીય કરાવા લાગી હતી. આગ લાગે ત્યારે કૂવો ખોદવાની જેમ ટ્રાફિક જામ બાદ કામગીરી માટે દોડતી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. એક તરફ હાઈવે પર હપતા ઉધરાવામાં વ્યસ્ત રહેતી પોલીસ પોતાના પોઈન્ટ પર ઉભા રહેવા માટે સમયના હોય તેવો તાલ સર્જાયો છે.

- text

- text