મોરબી : એક્સપોર્ટ ટાઇલ્સમાં કલર વેરીએશન આવતા ગ્રાહક સુરક્ષામાં રાવ

- text


મોરબી : મોરબીમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધાર્થીને કલર વેરીએશન વાળી ટાઇલ્સ આપી દેતા આયતકાર પેઢીએ માલ પરત કરવાની તૈયારી કરી હતી પણ એક્સપોર્ટર દ્વારા

નુકશાની સહન કરી માલ આપી દીધા બાદ ટાઇલ્સ કંપનીએ વળતર આપવા ઇનકાર કરતા મામલો ગ્રાહક સુરક્ષામાં પહોંચ્યો છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના પીપળી રોડ પર આવેલ એલ.જી.એફ નામની સિરામિક ફેક્ટરી પાસેથી હેવીસ ઇસ્પેક્સવાળા જયેનભાઈ પટેલે દશ કન્ટેનર ટાઇલ્સ ખરીદ કરી એક્સપોર્ટ કર્યા હતા.

પરંતુ અમુક ટાઇલ્સમાં કલર વેરીએશન આવતા ફોરેનથી માલ પરત આવવાની નોબત આવી હતી પરંતુ જયેશભાઈએ બાંધછોડ કરીને માલ આપી દીધો હતો.

- text

પરંતુ આવા કિસ્સામાં નિયમ પ્રમાણે કોઈપણ ફેક્ટરીમાં લાદીની ગુણવત્તા નબળી હોય કલર વેરીએશન હોય તો ફેક્ટરીએ ચોક્કસ પૈસા પરત આપવા જોઈએ ત્યારે આ કંપનીએ પૈસા પરત આપવાની સ્પષ્ટ ના પાડી દઈ હાથ ઊંચા કરી દેતા એક્સપોર્ટર જયેશભાઈએ સીરામીક ફેકટરીના પાર્ટનરોને નોટીસ પાઠવીને પૈસાની માગણી કરી હતી પરંતુ કોઈ જવાબ મળ્યો નથી જેને પગલે જયેશભાઈ પટેલે આ બાબતે કાનૂની રીતે ગ્રાહક તકરાર ફોરમમાં જવાની તૈયારી કરી હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીના પ્રમુખ લાલજીભાઈ મહેતાની યાદી જણાવ્યુ હતું.

- text