મોરબીમાં ભરતનગર ગામે સ્વર્ણ જયંતિ કાર્યક્રમમાં ચમત્કારથી ચેતો કાર્યક્રમ

- text


મોરબી : મોરબીના ભરતનગર ગામની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થતાં ગ્રામજનો દ્વારા સ્વર્ણ જયંતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકોને દોરા, ધાગા ધતિંગથી બચવા ચમત્કારથી ચેતો કાર્યક્રમ યોજાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ભરતનગર ગામની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થતાં સ્વર્ણ જયંતિ ઉજવવા ગ્રામ સમસ્ત દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ તકે ગ્રામજનો દ્વારા ગ્રામ્ય પ્રજામાંથી અંધશ્રદ્ધા દૂર થાય તે હેતુથી ચમત્કારથી ચેતો કાર્યક્રમ યોજાયો હતો.

- text

આ ચમત્કારથી ચેતો કાર્યક્રમમાં ભુવા, ભારાડી અને તાંત્રિકો દ્વારા કરવામાં આવતા નજરબંધી અને ચમત્કારની ટ્રીક બતાવી લોકોને આવા વહેમમાં ન પાડવા જાગૃત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ મા મોરબી વિજ્ઞાનજાથા ના સદસ્ય રૂચીરભાઈ કારીયા,જતિનભાઈ અને ગૌરવભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત
ભરતનગર ગામના સરપંચ નરભેરામભાઈ પાડલીયા,નિતીનભાઈ પાડલીયા,નવીનભાઈ ફેફર સહીત ના ગામના લોકો મોટી સંખ્યામા આગેવાનો હાજર રહ્યા હતા.

- text