ટંકારાના ઓટાળા ગામે યુવાનોએ અનોખી રીતે પતંગ ઉત્સવ ઉજવ્યો

- text


ગામના યુવાનોએ ગરીબ બાળકોને પોઝિટિવ સંદેશા લખેલી પતંગોનું વિતરણ કર્યું

ટંકારા : ટંકારાના ઓટલા ગામના યુવાનો દ્વારા અનોખી રીતે પતંગોત્સવની ઉજવણી કરી હતી. જેમાં યુવાનોએ ગામ માં અને ગરીબ બાળકો ને સ્વરછતા, વ્યસનમુક્તિ, વુક્ષો અને પશુ પંખી ના જતન કરવા માટેના સંદેશા સાથેની અનોખી પતંગોનું વિતરણ કર્યું હતું.

- text

ઉતરાયણની સમગ્ર મોરબી જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ટંકારા ના ઓટાળા ગામ ના યુવા નેતા બેચર ધોડાસરા સહિતના ગામના યુવાનોએ ગરીબ બાળકો માટે પતંગ અને ફિરકી સાથે રંગબેરંગી કેપ સહિતની વસ્તુઓ સાથે સમાજ માટે અલગ રાહ ચિધતો સંદેશો પાઠવ્યો છે આકાશે ઉડનાર પતંગ કપાઈ જાય તો પણ વાત જીવત રહી લોક ઉપયોગી બનશે.
વાત જાણે એમ છે કે દરેક પતંગ મા આ યુવાનો એ પ્રધાન મંત્રી ના સ્વરછતા ના સ્વપ્ન ને સાકાર કરવા શૌચાલય નો ઉપયોગ કરી ખુલ્લા મા ગંદકી ન કરી સાબુ થી હાથ સાફ કરી શરીર નિરોગી બનાવિ પંખી ના જીવન માટે ચણ અને પાણી અવશ્ય નાખી ભણી ગણી ગામ નુ નામ રોશન કરવા નો સંદેશો આપ્યો હતો.

- text