મોરબી જલારામ મંદિર દ્વારા રાહતદરે ૨૦૦૦ કિલો ઊંધીયાનું વિતરણ

- text


મોરબી : મોરબી જલારામ મંદીર ખાતે મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ઉંધીયા વિતરણ કરવા મા આવ્યુ હતું જેમાં ૨૦૦૦ કિલો ઊંધિયું ફટાફટ વિતરણ થઈ ગયું હતું.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મકરસંક્રાંતિના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે પ્રતિ કીલો રૂ. ૭૦ લેખે ટેસ્ટફુલ ચટાકેદાર રજવાડી ઉંધીયાનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. અને જોત જોતામાં ૨૦૦૦ કીલો ઉંધીયાનુ વિતરણ કરવામા આવ્યુ હતું, સવારથી જ બહોળી સંખ્યામા જલારામ ભક્તોની ભીડ જામી હતી. સમાજનો દરેક વર્ગ તહેવાર ની મજા માણી શકે તે હેતુસર આ આયોજન કરવામા આવેલ હતુ.

- text

આ ભગીરથ કાર્ય ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, વિપુલ પંડીત, રાજુભાઈ ગીરનારી, ચિરાગ રાચ્છ, નરેન્દ્રભાઈ રાચ્છ, કાજલબેન ચંડીભમર, નંદલાલ રાઠોડ, હીતેશ જાની, જયેશ ભાઈ કંસારા, નવલભાઈ માણેક, ભાવીન ઘેલાણી, હરગોવિંદદાસ દેવમોરારી, જીતુભાઈ રાચ્છ, રઘુવંશી યુવક મંડળના પપ્પુભાઈ ચંડીભમર, હરેશભાઈ કાનાબાર, જીતુભાઈ પુજારા સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી.


 

 

- text