મકરસંક્રાંતિ : લૂંટવાનો નહિ લૂંટાવાનો આનંદ માણતું યંગ ઇન્ડિયા ગ્રુપ

- text


મકરસંક્રાંતિએ ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારના બાળકોને પતંગ, દોરા અને મીઠાઈ વિતરણ

મોરબી : મકરસંક્રાંતિ પર્વે લૂંટવાનો નહિ પરંતું લૂંટાવાનો અનોખો આનંદ મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેમ્બરોએ માણ્યો હતો અને ગરીબ પછાતવર્ગના બાળકોની ખુશી માટે પતંગ, દોરા અને મીઠાઈનું વિતરણ કરી બાળકોના મોઢા પર અનેરો આનંદ લાવ્યા હતા એ સતકાર્યમાં વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા પણ જોડાયા હતા.

મોરબી શહેરમાં વંચિત પરિવારના બાળકો પણ દરેક તહેવાર ખુશીથી માનવી શકે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગરીબ અમે ઝૂંપડપટ્ટીના બાળકો માટે અનેરો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે જે અન્વયે મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપના મેમ્બરોએ ૨૦૦૦ જેટલા બાળકો માટે પતંગ, ફીરકી સહિતની ચીજવસ્તુઓ વિતરણ કરી હતી.

આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ શાયરના અંદાજમાં જણાવ્યું હતું કે ” અગર ઘર સે મસ્જિદ હો બહુત દૂર, તો ક્યુ ના એસા કિયા જાયે કે એક રોતે હુવે બચ્ચે કો હસાયા જાયે” ખુદાની સાચી બંદગી માત્ર મસ્જિદમાં કે મંદિરમાં જવાથી નથી થતી કોઈ દુઃખી માણસની તકલીફને સમજી તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે અને તેનું દુઃખ દૂર કરવામાં આવે એમાં પણ ભગવાન અને ખુદા રાજી છે.

- text

વધુમાં જનસેવા એજ સાચી પ્રભુ સેવા છે અને જેટલી થાય એટલી સેવા કરવી જોઈએ તેમ જણાવી તેઓએ ઉમેર્યું હતું કે યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા હંમેશા ઉપરોક્ત સૂત્રને સાર્થક કરવાનો પ્રયાસ કરેલ છે એટલે જ ઉતરાયણના દિવસે દાનધર્મના મહિમાને ચરિતાર્થ કરતા અને બાળભાષા માં કહું તો “લૂંટવાનો નહિ લૂંટવાનો આનંદ” આપી યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા ઉતરાયણ નિમિતે ઝુપડપટ્ટી અને પછાત વિસ્તારમાં નાના બાળકો ને શુદ્ધ ઘી ના બનાવટના અડદિયા અને મીઠાઈનું તથા પતંગ અને ફીરકી (દોરા) નું વિતરણ કરી ને પૃથ્વી પરના ઈશ્વરને રાજી કરવાનો પ્રયાસ કર્યો છે.

આ કાર્યમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્યો તથા ગ્રૂપના માર્ગદર્શક અને વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા પણ હાજર રહ્યા હતા અને મોરબી શહેર વિસ્તારની ઝુપડપટ્ટી હતા તથા પછાત વિસ્તારના લગભગ ૨૦૦૦ જેટલા બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું.

- text