મોરબીમાં વેરા વસુલાત માટે કડક કાર્યવાહી શરૂ કરતી પાલિકા

- text


૨૫ હજારથી વધુ વેરો બાકી હોય તેવા ૬૭૫ અસામીઓને ફટકારી નોટિસ

મોરબી : માર્ચ – એપ્રિલ માસ નજીક આવતા જ મોરબી પાલિકા દ્વારા વેરા વસુલાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ૨૫૦૦૦ થી વધુ વેરો બાકી હોય તેવા ૬૭૫ અસમીઓને ધડા-ધડ નોટિસો ફાટકારવાનું શરૂ કર્યું છે.

મોરબી શહેરમાં વસતા નાગરિકો દ્વારા ઘર, દુકાન અને ઔધોગિક મિલકતોના વેરા નિયમિત પણે ભરવામાં આવતા ન હોય પાલિકામાં કરોડો રૂપિયાની વેરા વસુલાત અટકી પડી છે આ સંજોગોમાં મોરબી નગરપાલિકા દ્વારા હાલ ૨૫ હજારથી વધુ વેરો બાકી હોય તેવા ૬૭૫ થી વધુ આસામીઓને નોટીસ પાઠવવામાં આવી છે અને આગામી દિવસોમાં ૫૦ હજારથી લાખ રૂપિયા વેરા અને તેથી વધુ વેરા બાકી હોય તેવા આસામીઓને નોટીસ પાઠવાશે.

- text

વધુમાં નગરપાલિકાના ટેક્સ અધિકારી નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે માંગણા નોટિસ બાદ પણ જો બાકીદારો દ્વારા વેરો ભરવામાં નહી આવે તો જપ્તી નોટીસો અપાશે તેમજ મિલકત જપ્તી સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકાને દર વર્ષે વેરા વસુલાત માટે આવી કાર્યવાહી કરવાની ફરજ પડે છે અને નાગરિકો સમયસર વેરા ભરતા ન હોવાથી પાલિકાની ટેક્સની આવક ફસાઈ પડી છે.

mi

- text