મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનું સ્નેહ મિલન યોજાયું

- text


મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં વસવાટ કરતા આહીર સમાજના કર્મચારીઓનું સ્નેહ મિલાન અત્રેના રોકડીયા હનુમાન મંદિર, નવલખી રોડ ખાતે યોજાયું હતું જેમાં ૪૫૦ જેટલા પરિવારોજનો ઉપસ્થિત રહ્યા હતા.

આહીર સમાજ કર્મચારી મંડળના આ સ્નેહ મિલન દરમિયાન બાળકો માટે રમત-ગમત હરિફાઈનું આયોજન કરાયું હતું જેમાં ૧૦૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનારને પ્રોત્સાહક ઇનામ આપવમાં આવ્યા હતા.

આ તકે જ્ઞાતિ અગ્રણીઓએ ઉપસ્થિત જ્ઞાતિજનોને સંગઠનને વધુ મજબૂત બનાવવાની સાથે બાળકોમાં અભ્યાસનું પ્રમાણ વધારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા પ્રેરણા આપતા પ્રવચનો આપ્યા હતા અને બાદમાં સૌએ સાથે મળી સમુહભોજન કર્યું હતું.

- text

આ પ્રસંગે વવાણીયા રામબાઈ આશ્રમના મહંત જગન્નાથજી મહારાજ, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન, મોરબી આહીર સમાજના મંત્રી ચંદુભાઈ હૂંબલ, ઉપપ્રમુખ દેવાભાઈ અવાડિયા, ડેપ્યુટી એન્જી.હૂંબલ, પ્રો.જોગલ, ડાંગર, પીએસઆઇ ડાંગર4 કાનગડ વગેરે હાજર રહ્યા હતા અને પ્રેરક ઉદબોધન કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમના દાતા તરીકે મોરબી આહીર પોલીસ પરિવારના ભાનુભાઈ બાલાસરા, રામભાઈ મંઢ, સંજયભાઈ મૈયડ, વનરાજભાઈ ચાવડા, ભરતભાઇ ખાંભરા,, કિશોરભાઈ મિયાત્રા, અશોકભાઈ ખાંભરા, હિતેશભાઈ ચાવડા, નિરવભાઈ મકવાણા, તથા ભરતભાઇ મિયાત્રાએ યોગદાન આપ્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા મયુરભાઈ ગજીયા, ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાંગર, રમેશભાઈ છૈયા, અજયભાઈ ડાંગર, વિનયભાઈ વાંક, રાજેશભાઇ મંઢ તેમજ કારોબારી સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હોવાનું ડો.આર.કે.વારોતરિયાની યાદીમાં જણાવાયું હતું.

- text