વૈચારિક ક્રાંતિ દ્વારા સામાજિક ચેતના લાવવી છે : દેવેન રબારી

- text


યુવા જ્ઞાનોત્સવનો વિચાર ભલે મારો હોય પરંતુ સફળ આયોજનનો શ્રેય સમગ્ર ટીમનો છે.

મોરબી : યુવા જ્ઞાનોત્સવ ફક્ત નામ પડે ત્યાંજ મોરબી શહેર અને જિલ્લાના નવયુવાનો થનગની ઉઠે છે ત્યારે આ સફળ આયોજન પાછળ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીનો ઉમદા વિચાર કારણભૂત છે, જો કે તેઓ સફળ આયોજનનો શ્રેય તેમની સમગ્ર ટીમને આપી રહ્યા છે.

મોરબીના આંગણે સતત ચોથા વર્ષે સફળતા પૂર્વક યુવા જ્ઞાનોત્સવનું જોરદાર આયોજન કરાયું છે ત્યારે આ આયોજન અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ મોરબી અપડેટ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે મોરબીના યુવાવર્ગમાં વૈચારિક ક્રાંતિ લાવવા મારા મનમાં જ્ઞાનોત્સવન યોજવાનો વિચાર આવ્યો અને તેમાં અમારી યુવા ટીમનો સહયોગ મળતાં આજે સતત ચોથા વર્ષે અમે સફળતા પૂર્વક યુવા જ્ઞાનોત્સવનું આયોજન કરી ટોચના વૈજ્ઞાનિકથી લઈ બૉલીવુડ સ્ટાર અને સારા- સારા વિચારકોને અહીં લાવી શક્યા છીએ જે મોરબીના યુવાનો અને યંગ ઇન્ડિયા ગ્રુપના મેમ્બરોની મહેનત ને આભારી છે.

- text

વધુમાં તેઓએ ખૂબ સરસ વાત કરતા જણાવ્યું હતું કે આ જ્ઞાનોત્સવમાં યુવા શબ્દ જોડાયેલો છે એનો એવો મતલબ નથી કે ફક્ત યુવાનો માટે જ છે. જે મનથી યુવા છે તે તમામ લોકો માટેનું આ આયોજન છે

અંતમાં તેઓએ ઉમેર્યું હતું કે આવનાર વર્ષોમાં શ્રેષ્ઠતમ આયોજન થકી મોરબીના યુવાનોમાં જોરદાર વૈચારિક ક્રાંતિ આવે તેવા પ્રયાસો હર હંમેશ જ્ઞાનોત્સવના માધ્યમથી થતા રહેશે.

 

- text