મોરબી : મુસાફરો સાથે દારૂની હેરફેર કરતા એસટી ડ્રાંઇવર કંડકટર ઝડપાયા

- text


ઉંચી માંડલ નજીક તાલુકા પોલોસે વહેલી સવારે ઓપરેશન હાથ ધરી છોટાઉદેપુર – મોરબી રૂટની એસટી બસ ચેક કરતા રેકેટ ઝડપાયું

મોરબી : એસટી બસમાં મુસાફરો સાથે દારૂની હેરફેર કરનાર છોટાઉદેપુર – મોરબી રૂટની બસના કંડકટર ડ્રાઇવરને હવાલાતના સળિયા ગણવાનો વારો આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે વહેલી સવારે બાતમીને આધારે ઉંચી માંડલ નજીકથી એસટી બસમાં વિદેશી દારૂના ૨૯૫૦૦ ના જથ્થા સાથે એસટી બસ પણ ગુન્હાના કામે કબ્જે લેતા ચકચાર જાગી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ છોટાઉદેપુર – મોરબી રૂટની એસટી બસમાં પરપ્રાંતીય દારૂની હેરફેર થઈ રહી હોવાની બાતમીને આધારે પોલીસે ઉંચી માંડલ ગામ નજીક વોચ ગોઠવી હતી અને મધ્યરાત્રે બસ પસાર થતા બસની તલાશી લેતા બસમાંથી ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેશ ૭૫૦ એમ.એલ.ની ૧૨ બોટલ, કિ. ૩૬૦૦, આજ બ્રાન્ડના ૧૮૦ એમ.એલ.ચપલા નંગ ૪૯ કિ.૪૯૦૦ તેમજ કિંગ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ
. બોટલ નંગ ૭૧ કિ.૨૧૦૦૦ અને કુલ મળી રૂ.૨૯૫૦૦ નો વિદેશી શરાબ, મોબાઈલ ફોન ૨ કિંમત રૂપિયા ૨૦૦૦ તથા ગુન્હાના કામે ઉપયોગ લેવાયેલ એસ.ટી.બસ કિ.૮ લાખ મળી પોલીસે ૮,૩૦,૫૦૦ રૂપીયાના મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

એસટી બસમાં દારૂની હેરફેર મામલે પોલીસે એસટી બસના ડ્રાઇવર અબુતાલબ સાલમભાઈ આરબ ઉ.૪૮ રે.બરોડા, જૈનમ પાર્ક, આજવા રોડ આઈટીઆઈ પાસે મકાન નમ્બર ૩૪ અને કંડકટર અંબાલાલ ભલુભાઈ રાઠવા ઉ.૪૫ રે.ગંભીરપુરા, ડુંગરવાટ, તા.પાવી જેતપુર જિલ્લો વડોદરા વાળા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી બંનેની અયકાયત કરી છે.

પોલીસની આ સફળ કામગીરી પીએસઆઇ એસ.એ.ગોહિલ, પ્રો.પીએસઆઇ આર.પી.જાડેજા, એ.એસ.આઈ એમ.સી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ ધીરજલાલ પ્રભાતભાઈ, પો.કો.દિનેશભાઇ બાવળિયા, સતિષભાઈ ગળચર, વિજયભાઈ કાસુંદ્રા અને રાજેશભાઇ સાહિતનાઓએ કરી હતી.

- text