મોરબી કોર્ટે એક જ દિવસમાં ચાર કેસમાં છ માસથી માંડી છ વર્ષની સજા ફટકારી

- text


મોરબી : મોરબી કોર્ટમાં આજે અલગ-અલગ કેસોમાં આરોપીઓને ગુનેગાર ઠેરવી છ માસથી મંડી છ વર્ષની સજા ફટકારી હતી. મોરબી કોર્ટે એક જ દિવસમાં ચાર અલગ-અલગ કેસોમાં સજા ફટકારતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

છરી વડે જીવલેણ હુમલો કરવાના કેસમાં ૬ વર્ષની સજા ફટકારતી

મોરબી : મોરબીના શનાળા નજીક આવેલ લાયન્સ નગરમાં મહિલા પર જીવલેણ હુમલો કરી છરીના ઘા ઝીકનાર આરોપી સામેનો કેસ ચાલી જતા એડી. ચીફ. જ્યૂડી. મેજિસ્ટ્રેટ દામોદ્રા સાહેબે અલગ- અલગ કલમો મુજબ ૬ વર્ષની કેદ અને રૂપિયા ૫૦૦૦ નો દંડ ફટકાર્યો હતો.
આ કેસની વિગત જોઈએ તો લાભુબેન પ્રવિણભાઈ મકવાણાને તા.૨૮-૧-૨૦૧૬ ના રોજ શનાળા નજીક આવેલ લાયન્સનગર પાસેના રામપીર મંદીર નજીક લાલજી ઉર્ફે લાલા ખાના પરમારે છરીના ઘા ઝીંકી ઈજાઓ કરેલ હતી. આ કેસ આજરોજ એડ. ચીફ. જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ જે.જી.દામોદ્રા ની કોર્ટ મા ચાલી જતા ફરીયાદી તરફે સરકારી વકીલ રેહાનાબેન ની દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ આઈપીસી કલમ મુજબ ૬ વર્ષ ની સખત કેદ અને ૫૦૦૦ રૂપીયા નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક માસની જેલ કરવાનો ચુકાદો આપ્યો હતો.

જ્યારે અકસ્માત કેસમાં વાહન ચાલકને દોઢ વર્ષની સજા ફટકારાઈ

મોરબી : મોરબીના વાંકાનેર ઢુંવા રોડ પર સર્જાયેલ અકસ્માત અંગેનો કેસ ચાલી જતા વાહન ચાલકને નામદાર અદાલતે દોઢ વર્ષની સજા અને રૂપિયા ૧૫૦૦ નો દંડ ફટકાર્યો હતો. કેસની ટૂંકી વિગત જોઇએ તો વર્ષ ૨૦૧૪ ની સાલ મા બીપીન રામજીભાઈ ઈન્દરીયા પોતાના મોટર સાયકલ પર જતા હતા ત્યારે વાકાનેર-ઢુવા રોડ પર એક ફોર વ્હીલ કારે ઠોકર મારી અકસ્માત કરી ઈજા કરી હતી જેમા ઈજા પામનાર યુવાનના પિતા રામજીભાઈ પોલીસ ફરીયાદ નોધાવી હતી જે કેસ કોર્ટ મા ચાલી જતા સરકારી વકીલ આર.એ.ગોરીની દલીલોને ધ્યાને લઈ અને અકસ્માત ની કલમ ૨૭૯ મા ૬ માસ ની સજા અને ૫૦૦ રૂપિયા નો દંડ, કલમ ૩૩૭ મુજબ ૩ માસ ની સજા અને ૫૦૦ રૂપિયા દંડ અને કલમ ૩૩૮ મા ૬ માસ ની સજા અને ૫૦૦ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો.

- text

આ ઉપરાંત મોરબીમાં ચેક રિટર્નના બે કેસમા એક સાથે કોર્ટે સજા ફટકારી હતી

જેમાં મોરબીમાં ચેક રિટર્ન થવાના એક જ આરોપી સામેના બે જુદા જુદા કેસમાં એડી.મેજી. જે.જી.દામોદ્રા સાહેબે એક સાથે સજા ફટકારતા આવા કેસોના આરોપીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે
પ્રથમ કેસમાં ફરીયાદી જયંતકુમાર વસંતલાલ વડગામાને ઉછીના પેટે લેવાના રૂપીયા ૧,૫૦,૦૦૦ નો આઈડીબીઆઈ બેન્કનો ચેક આરોપી જીતેન્દ્ર નીમચંદ રાણપરાએ આપેલ હોય ફરીયાદી ચેક વટાવવા જતા રીટર્ન થયો હતો જેને અનુસંધાને ભોગબનનારે કલમ ૧૩૮ મુજબ નેગોશીયેબલ હેઠળ મોરબી નામદાર કોર્ટ મા ફરીયાદ દાખલ કરેલ હતી જે કેસ આજે એડી.મેજી. જે.જી.દામોદ્રા ની કોર્ટમા ચાલી જતા આરોપીને છ માસ ની સજા અને ૫૦૦૦ રૂપીયા નો દંડ ફટકાર્યો હતો અને જો દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો હતો.

આ જ આરોપી વિરુદ્ધ ફરીયાદી અનિરુધ્ધસિંહ જામભા જાડેજા એ રૂપીયા ૩,૭૫૦૦૦ નો ચેક આપેલ જે રિટર્ન થતા નેગોશીએબલ કલમ ૧૩૮ મુજબ મોરબી કોર્ટમા આરોપી જીતેન્દ્ર નીમચંદ રાણપરા વિરુદ્ધ ગત તા.૨૫-૫-૨૦૧૬ ના રૉજ ફરીયાદ દાખલ કરી હતી જે કેસ પણ આજે નામદાર કોર્ટમા ચાલી જતા એડી.ચીફ.જ્ય.મેજી.જે.જીદામોદ્રા સાહેબે ફરીયાદીના વકીલ અશોક ખુમાણ ના પુરાવાઓ અને ધારદાર દલીલોને ધ્યાને લઈ આ કેસમા પણ આરોપીને છ માસની સજા અને ૫૦૦૦ રૂપીયાનો દંડ ફટકાર્યો હતો અને જો કસુરવાન દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો હતો.
આ બંનને કેસ મા ફરીયાદી તરફથી ધારાશાસ્ત્રી અશોક જે.ખુમાણ હાજર રહ્યા હતા.

- text