મોરબીમાં છ માસ પૂર્વે ચીલ ઝડપ કરનાર બે સમડી ઝડપાઇ

- text


સનાળા રોડ ઉપર મહિલાનું પર્સ તફડાવનાર બે શખ્સો રેલવે સ્ટેશન નજીક ઝડપાયા

મોરબી : મોરબી સિટીએ ડિવિઝન પોલીસે છ માસ પૂર્વે સનાળા રોડ પર ઉભેલ મહિલાનું પર્સ અને મોબાઈલ તફડાવી જનાર બે સમડીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

જાણવા મળ્યા મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસના સર્વેલન્સ પીએસઆઇ એમ.વી.પટેલ, બી.વી.ઝાલા તથા સ્ટાફ પેટ્રોલિંગમા હતા ત્યારે પો.કો. નિર્મળસિંહ રામસિંહને બાતમી મકી હતી કે છ માસ અગાઉ મોરબીના સનાળા રોડ પર ચિલ ઝડપ કરનાર બે શખ્સો રેલવે સ્ટેશન પાસે ઉભા છે જેને પગલે તુરત જ પોલીસ કાફલો રેલવે સ્ટેશન પહોંચતા બાતમી મુજબના બન્ને શખ્સો જોવા મળતા બન્નેને ઝડપી લીધા હતા જેમાં આરોપી (૧) વસીમ ઉર્ફે લાલો રફીકભાઈ ઉર્ફે બાદશાહ ઉ.૩૦ રહે.વિશિપરા ફૂલછાબ કોલોની તથા આરોપી (૨) સમીર કાસમભાઈ બ્લોચ ઉ.૨૨ રે.હરિહર ચોક રાજકોટ સદર બજાર વાળા હોવાનું ખુલ્યું હતું બન્નેની અંગ જડતી લેતા રૂ.૩૦૦૦ રોકડા, લાવા કંપનીનો મોબાઈલ કિ.૨૫૦૦ અને અન્ય એક સેમસંગ મોબાઈલ કઈ.૫૦૦ વાળો માઇ આવ્યા હતા.

- text

બન્ને શખ્સોની પૂછતાંછમાં છએક માસ પૂર્વે થયેલી ચિલ ઝડપની કબૂલાત આપતા પોલીસે ફર્સ્ટ ગુણ રજીસ્ટર નંબર ૬૨/૧૭ અન્વયે બંનેની અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text